સોમવાર, 24 ડિસેમ્બર, 2012

સાચોસાચ પડઘો

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,

હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.



-ગની દહીંવાલા

‘મારી દીકરી ક્યાં ?’

આખરે ઉજાગરાનો અંત આવ્યો:

લગન ઊકલી ગયાં.


મા હવે


ઘરની ચીજવસ્તુઓ ગણે છે


સંભારી સંભારી મેળવે છે


સંભાળી સંભાળી ગોઠ્વે છે:


થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-


બધું બરાબર છે


ક્યાંય કશુંય ખોવાયું નથી


કશુંય ગયું નથી-


પણ

અચાનક કંઈક યાદ આવતાં


એ ઓરડા વચ્ચે


ઊભી રહી જાય છે


આંખોમાંથી ટપકું ટપકું થાય છે


ખારો ખારો પ્રશ્ન :


‘મારી દીકરી ક્યાં ?’

વધુ પ્રેમ કરો

૧. માં સિવાય કોઈ વફાદાર નથી.

૨. ગરીબનો કોઈ મિત્ર નથી.

૩. લોકો સિરત નહીં સારી સૂરત જ જુવે છે.

૪. ઈજ્જત માણસની નહીં પૈસાની જ થાય છે.

૫. જેને સૌથી વધુ પ્રેમ કરો તે જ સૌથી વધુ દુ:ખ આપે છે...

નથી હોતા

કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી

 કોઈ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતા.

નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા.

તરંગો પણ બધી નદીઓ તણા સરખાં નથી હોતાં.

પુસ્તક

જેના હાથમાં પુસ્તક છે એ દુનિયાના કોઈ પણ ખૂણે ખુશ અને સુખી જ 

રહેવાનો..!!

સપનાં

સપનાં સાચાં પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે..!!

શનિવાર, 1 ડિસેમ્બર, 2012

ભૂલતા શીખો

બાળપણમાં ઘણું ભૂલી જવાતું ત્યારે કહેવાતું કે યાદ રાખતા શીખો ,

અને મોટા થયા ત્યારે બધું યાદ રહે છે ,

ત્યારે કહેવાય છે કે ભૂલતા શીખો .....