શનિવાર, 28 એપ્રિલ, 2012

માણસો

          આજના કાળે મકાનો રોજ રોજ ઊંચા થતા જાય છે અને તેમાં 

રહેનારાં માણસો રોજ રોજ નીચા થતા જાય છે. 
  
                                                - રત્નસુંદરવિજયજી 

સફળતા

           આલ્બર્ટ આઈનસ્ટાઇનને  કોઈએ સફળતાની ફોર્મ્યુલા પૂછી કે 

જીવનમાં સફળ થવા શું કરવું જોઈએ ? આઈનસ્ટાઇને તો 

મેથેમેટીક્સની ભાષામાં જવાબ આપ્યો કે સફળતા =  X +Y+Z.

 X એટલે સખત કામ અને Y એટલે કામ પતે પછી આનંદ કરવો. 

બસ, તો Z એટલે શું? આઈનસ્ટાઇને કહ્યું કે Z એટલે to keep your 

mouth shut--હોઠ બંધ રાખવા...

ખરી કેળવણી

       રોટલો કેમ રળવો તે નહી પણ દરેક કોળીયાને વધુ મીઠો કેમ 

બનાવવો તેનું જ્ઞાન આપે તે જ ખરી કેળવણી....
                      
                                                                  - જેમ્સ એન્જલ 

શનિવાર, 21 એપ્રિલ, 2012

ચિત્રમાં કળાનું સ્થાન

                ચિત્રકાર પોતાની ચિત્રકળા દ્રારા સમાજને ઘણું માર્ગદર્શન 

આપી શકે છે. સમાજની સમસ્યાઓનું પ્રતિબિંબ પણ ચિત્રકળામાં હોય 

છે.  હોલમેન હન્ટ નામના ચિત્રકારે એક ચિત્ર દોર્યું હતું . આ ચિત્રમાં   

ભગવાન ઇસુ હાથમાં ફાનસ લઇ એક બારણાં પર ટકોરા મારતા નજરે 

પડે છે. ચિત્ર ખૂબ જ સુંદર હોય છે. તે જોઈ હન્ટના મિત્રએ કહ્યું કે. ચિત્ર 

સુંદર છે પણ  તેમાં એક ખામી છે અને તે છે કે , જે બારણાને ઇસુ ટકોરા 

મારે છે તેમાં હેન્ડલ નથી. ચિત્રકારે તુરંત જવાબ આપ્યો કે , ઇસુ જે 

બારણાને ટકોરા મારે છે એ સામાન્ય દરવાજો નથી . આ માનવ હદયનું 

બારણું છે. અને તે અંદરથી જ ખૂલે છે . તેને બહાર હેન્ડલની જરૂર નથી. 

બહારથી કોઈ ન ખોલી શકે જો માનવ ઈચ્છે તો જ ખૂલે...આમ અંતરના 

દ્રાર આપણાં પર નિર્ભર  છે. આપણે ઈચ્છીએ તો જ હ્દયનો દ્રાર આપણે 

ખોલી શકીએ....


बारिस

जिन्दगी की कोई रीत नही होती,

किसीको गम से प्रीत नही होती,

जरुर कोई प्यार भरा दिल टुटा होगा,

वरना इसे बिन मौसम बारिस नही होती.....

સુવિચાર,

* જ્ઞાન પ્રમાણે જીવન ન ઘડાય તો પરિણામે જીવન પ્રમાણેનું જ્ઞાન 

    થઇ જાય છે...
                        - સ્વામી વિવેકાનંદ 

*  ઘરના સભ્યોનો સ્નેહ ડોકટરોની દવા કરતાય વધુ લાભદાયી હોય 

      છે.               - પ્રેમચંદ 

* ધન આપતી વખતે હાથમાં શું હતું એ નહી પણ , દિલ માં શું હતું એ 

    જોવાનું છે...           - ફાધર વાલેસ 

* જો તમે મગજને શાંત રાખી શકતા હો તો તમે જગતને જીતી 

   શકશો.....                 - ગુરુ નાનક 


બુધવાર, 18 એપ્રિલ, 2012

મને ગમતું,

     करीब इतना रहो की रिस्तो में प्यार रहे,

   दूर भी इतना रहो की आने का इंतजार रहे,

   रखो उम्मीद रिस्तो दरमियान इतनी, 
   
  की टूटे उम्मीद पर, रिश्ता बरकरार रहे....
   
              =======================

जिन्दगी के इस मोड़ पे ये केसा वक्त आया हे,

रुक सी गई हे साँस, और दिल भी घबराया हे,

हर किसीका अकेलापन दूर किया हमने, 

और आज खुद को ही अकेला पाया हे....

              =======================

कहेते हे की परीसिथ्ती जब विपरीत होती हे ,

तब व्यकति को उसका प्रभाव और पैसा नही,

स्वभाव और सम्बन्ध काम आते हे....










શનિવાર, 14 એપ્રિલ, 2012

પુરુષાર્થ

             આ જિંદગી એક એવું અકળ રહસ્ય છે, કે તેને ઉકેલતા વધુ  


ને વધુ ગૂંચવાતું જાય છે અને મુશ્કેલ બને છે. નથી કશું પૂર્ણ કે નથી  


કશું અપૂર્ણતા..અજબ વિરોધાભાસથી આરંભાય છે આ જિંદગીની 


ગજબ યાત્રા....કશુક લેવાની સાથે કશુક છોડવાની લીલા..એક 


મેળવ્યાની મજા તો બીજું ગુમાવ્યાની સજા..જિંદગીના રહસ્યો આમ જ 


,,નિરંતર ઘુંટાય છે.. અને આપણે જાણતા નથી. અંતે આપણે ક્યાં 


રહસ્યને આત્મસાત કરવાનું છે ? જવાબ..અનંત શૂન્યોમાં આવે તો 


તમારી જાતે એકડો મૂકી શકો છો !! એક એકડો એ જ આપણો 
                     
પુરુષાર્થ 

સુવિચાર - ૫

* જે વાત સાચી નથી હોતી તે જ મોટેથી કહેવી પડે છે..
                               - ઓશો 


* મેં મારા કામમાં દિલ અને આત્મા રેડી દીધા અને આ પ્રકિયામાં મારું દિમાગ ક્યાંક ખોઈ નાખ્યું..
                                - વિન્સેન્ટ વેન ગોગ 


* આ પૃથ્વી પર માત્ર ત્રણ રત્ન છે - જળ, અન્ન અને સુભાષિત .મૂર્ખ    લોકોએ પથ્થરના ટુકડાને અમથું જ રત્નનું નામ આપી દીધું છે.                    - ચાણક્ય 


* જનસેવા એ જ પ્રભુસેવા છે...


* જે સૌને ખુશ કરી દે છે એવી વાણી બોલે છે, તેની પાસે દરિદ્રતા ક્યારેય ફરકતી નથી..
                                 - તિરુવલ્લુર 

દાદા અમારા દિલથી વ્હાલા

દાદા અમારા દિલથી વ્હાલા,
વાતો કરે અમારી કાલીઘેલી ભાષામાં 
સવારે ઘરમાં ઉઠે સૌની પહેલા 
દાદી કરે ઘરના કામ વહેલા,
        દાદા અમારા દિલથી વ્હાલા...


જ્ઞાન - ગમ્મતની વાતો કરે,
દિવસે કરાવે ખુમારીની વાતો 
રમતો રમે અને રમાડે નાની મોટી 
રાતે વાતો નહી વાર્તા કરે હે,
         દાદા અમારા દિલથી વ્હાલા...


ગામ - શહેરમાં ફરવા લઇ જાય,
જુદી ભાત જાતનું ખાણું ખવડાવે,
તોફાન કરીએ તો ટાપલી મારે 
રડવું આવે અમને તો વ્હાલ કરે,
          દાદા અમારા દિલથી વ્હાલા...


                    * જગદીશ એમ. ચુડાસમા 

અબ્રાહમ લિંકનની વાણી




          ઈશ્વરની સહાય ન મળે તો હું સફળ કદી નહી થઇ શકું. જો  


ઈશ્વરની સહાય મળશે તો, તો મને સફળતા મળ્યા વિના નહી રહે.. 


જે હરહમેંશ મને માર્ગદર્શન આપવા મારી સાથે અને તમારે પડખે 


પણ રહે, એટલું જ નહી, સર્વત્ર સદાકાળ રહે એવા પરમેશ્વરમાં 


શ્રધ્ધા રાખી આપને અંતે સૌ સારું જ થશે એવી આશા રાખીએ. ઈશ્વર 


મારું કલ્યાણ કરે એવી પ્રાર્થના તમે કરતા હશો, તેવી જ રીતે હું પણ 


ઈશ્વર તમારા સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના કરી પ્રેમભાવથી 


તમારા સૌની વિદાય માગું છું.... .........



શુક્રવાર, 13 એપ્રિલ, 2012

મારો પરમ મિત્ર

દોલત છે અનુપમ જે ફકીરીથી મળી છે,

 છે મારો પરમ મિત્ર જે દુનિયાનો ધણી છે...


  

માની ગોદ

જે મસ્તી હોય છે આંખોમાં ,

તે સુરાલયમાં નથી હોતી..

અમીરી કોઈ અંતરની તે,

કદી મહાલયમાં નથી હોતી.

શીતળતા પામવાને એ ,

માનવી ..તું દોટ કાં મૂકે?

જે હોય છે માની ગોદમાં ,,

તે હિમાલયમાં નથી હોતી....

ગુરુવાર, 12 એપ્રિલ, 2012

સુવિચાર - ૪

* સખત મહેનત આપણને ત્રણ આફતોમાંથી બચાવે છે..કંટાળો, કુટેવો અને જરૂરિયાતો  ..........
                   - વિલ 

* એક માણસ ગુનો કરે છે તેમાં આપણા બધાનું પાપ જવાબદાર છે....
                   - ગાંધીજી 

* દુષ્ટ માણસ બીજાની પ્રગતિ જોઇને બળવા લાગે છે, નિંદા કરવા લાગે છે..
                        - ચાણક્ય 

બુધવાર, 11 એપ્રિલ, 2012

SmS - 3

अच्छे वक्त से ज्यादा अच्छा दोस्त पसंद करना ,,

क्यों की.. अच्छा दोस्त अच्छा वक्त ला शकता हे,,,

मगर अच्छा वक्त अच्छा दोस्त नही दे शकता.....

SMS - 2

સારા સબંધો ઘડિયાળના કાંટા જેવા હોય છે,,

જે મળે છે ઓછા .......

પણ હમેશા સાથે જ હોય છે ...............

દરેક પ્રત્યે સમદ્રષ્ટિ

            ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના જીવનની એક ઘટના છે. એકવાર ભેટમાં તેમને હાથીદાંતની પેન મળી જે તેમને એટલી બધી ગમી કે લખતી વખતે તેઓ તેનો જ ઉપયોગ કરતા..જે ઓરડામાં તેમણે આ પેન રાખી હતી તેની સફાઈનું કામ તેમનો સેવક તુલસી કરતો હતો. એક દિવસ ટેબલ સાફ કરતી વખતે કપડાના ફટકાથી પેન નીચે પડીને તૂટી ગઈ. રાજેન્દ્ર્બાબુને જયારે આ વાતની ખબર પડી ત્યારે  તેમણે નારાજ થઈને પોતાના સચિવને કહ્યું - આવા માણસને તાત્કાલિક બદલી નાખો...સચિવે તુલસીને ત્યાંથી હટાવી કોઈ બીજું કામ આપ્યું....એ દિવસે રાજેન્દ્રબાબુના મનમાં હલચલ મચી ગઈ કે આખરે એક મામૂલી ભૂલ ને લીધે તેમણે તુલસીને આવડી મોટી સજા કેમ આપી??લાખ સાવધાની રાખીએ તો પણ કોઈના હાથે આવી ઘટના બની શકે..સાંજે તેમણે તુલસીને બોલાવ્યો, તેના આવતા જ રાજેન્દ્રબાબુ ખુરશીમાંથી ઉભા થઇ ગયા અને બોલ્યા - તુલસી , મને માફ કરી દે...તુલસી પહેલા આશ્ર્ચર્યમાં પડી ગયો પછી રાજેન્દ્રબાબુના પગમાં પડીને માફી માગવા લાગ્યો, ત્યારે રાજેન્દ્રબાબુ બોલ્યા કે તું તારી અગાઉની ફરજમાં પાછો જા ત્યારે જ મને સંતોષ થશે..કૃતજ્ઞતા ભરેલી આંખો સાથે તુલસીએ તેનું જુનું કામ સંભાળી લીધું,,.. મૂળ વાત એ છે કે વ્યક્તિનું પદ,સ્તર, શિક્ષણ , જાતિ દરેકથી પર એક માણસના રૂપમાં જોનારની દ્રષ્ટિ સમ હોય છે અને એટલા માટે જે તે દરેક સાથે પ્રેમભર્યો વ્યવહાર કરે છે ...મહાનતા આવા જ વ્યવહારથી પ્રાપ્ત થાય છે....................

સુવિચાર - ૩

* જો માનવી શીખવા જ ઈચ્છતો હોય તો તેની દરેક ભૂલ તેને કંઈક શિક્ષણ આપી શકે છે...
                           - ગાંધીજી 

* મનપસંદ કામ એ અડધી સફળતા છે..

* માનવીનો સૌથી મોટો દુશ્મન અભિમાન છે..
                           - પ્રેમચંદ 

* સૌથી ઉતમ બદલો ક્ષમા આપી દેવી તે છે....
                         - ગાંધીજી 

* ધીરજ તમામ આનંદ અને શક્તિઓનું મૂળ છે....
                         - રસ્કિન 

ડુંગર

આસન ઢાળી બેઠો ડુંગર,

ખસવાનું નહી નામ ;

ટાઢ તડકો વરસાદ ભલે હો, 

કરતો એ વિશ્રામ .....

જાદુઈ મહેલ

               અંકિત નામનો એક ગરીબ છોકરો હતો. તેના મિત્રોની જેમ તેને સારી સારી જગ્યાએ ફરવું હતું, સરસ મજાના કપડા પહેરવા હતા. પણ તેને મહેનત કરવી ન હતી..કોઈ જાદુ થાય અને આ બધું મળી જાય એમ એ વિચારતો. 

                એક વાર તે જંગલમાં દૂર દૂર ફરવા નીકળી ગયો. જ્યાં તેણે એક મહેલ જોયો. આ મહેલમાં પ્રવેશતાની સાથે જ તેને  એક અવાજ સંભળાયો. મહેલ બોલ્યો, " હું જાદુઈ મહેલ છું. તારી જે ઈચ્છા હશે એ હું પૂરી કરીશ. ..." આ સાંભળી અંકિત તો ખુશ થઇ ગયો. પણ મહેલે એક શરત મૂકી કે એક વાર તે તેની ઈચ્છાઓ પૂરી કરે પછી તે આ મહેલની બહાર નહી જઈ શકે. પહેલા તો અંકિત વિચારમાં પડી ગયો. પણ પછી તે માની ગયો..હવે આ જાદુઈ મહેલ અંકિતની ઈચ્છા પૂરી કરતો..અંકિતને જે ખાવાનું જોઈતું હોય તે મળતું, સારા સારા કપડા પહેરવા મળવા,, બાગ - બગીચામાં ફરવા મળતું,, પણ થોડા દિવસો પછી તે મહેલમાં રહી કંટાળી ગયો..તેને તેના મિત્રોની યાદ આવવા લાગી, નદી,,,જ્યાં તે રમવા જતો... એ વૃક્ષ ...જેની નીચે તે બેસતો....તેની યાદ આવવા લાગી....તેણે મહેલને કહ્યું કે , " હવે તેને ઘરે જવું છે..તેના મિત્રો પાસે...જાદુઈ મહેલે તેની શરત યાદ કરાવી...અંકિત તો રડવા લાગ્યો..આખરે જાદુઈ મહેલને તેની દયા આવી,,અને કહ્યું કે " આપણી પાસે જે હોય તેનામાં સંતોષ માનવો જોઈએ.. જીવનમાં આગળ વધવા માટે બીજા પર નિર્ભય રહ્યા વિના જાતે મહેનત કરવી જોઈએ...જાદુઈ મહેલની વાત સાંભળી અંકિત ખુશ થઇ ગયો...અને પોતાના ઘરે પાછો ફર્યો....અંકિતે નિર્ણય કર્યો કે ," હું જે મેળવીશ એ મારી મહેનતથી જ મેળવીશ ...."

મંગળવાર, 10 એપ્રિલ, 2012

sms 1

लोग मंजिल को मुस्किल समजते हे, 


हम मुस्किल को मंजिल समजते हे, 


बड़ा फर्क हे लोगो में और हममे ,,


लोग जिन्दगी को दोस्त और 


हम दोस्त को जिन्दगी समजते हे ......

અલ્પતા

મારી સઘળી અલ્પતાનું તું જ કારણ છે ખુદા ,,,


તું મહાન એવો થયો કે બંદગી ઓછી પડી !!!
   
                        * બેફામ 

સુવિચાર- ૨

* ગુમાવી ચુકેલી વસ્તુ અંગે ચિંતા કરવાના બદલે નવા રસ્તે ચાલશો તો તમને જોવા મળશે કે એક નવી સ્વર તમારી રાહ જોઈ રહી છે...
                        - અજ્ઞાત 


* મજા એ કોઈ બજારમાં મળતું પડીકું નથી , કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મજા માણતા આવડે એ જ સાચો મરજીવો ગણાય...
                      - શોભિત દેસાઈ 


* દરેક વ્યક્તિ દુનિયાને બદલી નાખવાનું વિચારે છે, પોતાની જાતને બદલવાનું નહી...


* વૈભવમાં વધારો કરવાથી નહી, પરંતુ હદયને વિશાળ બનાવવાથી જ સુખમાં વધારો થાય છે...


* સત્યને ગમે તેવા કપડા ફેરવો તે કોઈ દિવસ બદલી જ ન શકે..
                       - ઘનશ્યામ આર. ધામી  

કોઈ પૂછતું નથી..

પગમાં પડી રહે તો 


      કોઈ પૂછતું નથી...

લોકો હમેશા કાપે છે 

        ઉડતા પતંગને..........

                                               * બાલુભાઈ પટેલ 

અઠવાડિયું કે અજવાળિયું.

સાત દિવસનું એક અઠવાડિયું, 
            
       ચાલો , રોજ રોજ કરીએ અજવાળિયું..............

તુલના ન કરીએ

     અજયનો ચહેરો  લાલચોળ થઇ સમસમી ઉઠ્યો....


મમ્મીએ માર્યું ? હા, મમ્મીએ વેણ માર્યું :


" જો રમીલાબહેનનો અંકિત , કેવો હોંશિયાર છે ! એના છઠ્ઠા 


ભાગનીય અક્કલ તારામાં છે? તારા કરતા એને કેવું સારું ગણિત 


આવડે છે !"


યામીનીબહેને પોતાના અજયને આવું એકવાર નહી પણ  અનેક 


વાર કહ્યું હતું.....


થોડા દિવસ પછી રમીલા બહેન ઘરે આવ્યા..


ચા પાણી થયા. વાતોની પરંપરા ચાલી. વાતોના કેન્દ્રમાં અજય 


આવ્યો..


" અમારો અજય ગણિતમાં બહુ કાચો છે. તમારા અંકિત જેવો 


નહી.."


સાંભળીને અજય વધુ સમસમી ઉઠ્યો...


પારકા ઘરના લોકો પાસે પણ મારી આવી વાત ?


અજય રડી પડ્યો..એને થયું :


" પણ , અંકિત મારા જેવું દોડી શકે છે ? એ મારા જેવી ઉંચી કૂદ કરી 


શકે છે ? એને ઈતિહાસ આવડે છે ? "


એણે વિચાર્યું : " અંકિતની મમ્મી અને મારી મમ્મી , અંકિતના 


પપ્પા અને મારા પપ્પા , અંકિતનું ઘર અને મારું ઘર, અંકિતનું 


શરીર અને મારું શરીર , અંકિતની ઉંચાઈ અને મારી ઉંચાઈ 


.............બધું જ જુદું છે,, તો ગણિતમાં વળી જુદું હોય એમાં શી નવાઈ 


? મમ્મી આટલું કેમ નહી સમજી શકતી હોય ?"


પણ મમ્મીને સમજાવે કોણ ? અજય રડી રહ્યો હતો ...લઘુતાગ્રંથિથી 


પીડાઈ રહ્યો હતો....


આવી તુલના શા માટે ???


ભગવાને દરેક બાળકને અલગ વ્યક્તિત્વ આપ્યું છે ,


            બીજા સાથે તેની તુલના કરીને તેણે મૂરઝાવી નાખવું તે 


ન્યાય છે???????????

પ્રેરણામૂર્તિ બનીએ...

             કડકડતી ઠંડીના દિવસો હતા. જર્મનીના એક નાનકડા ગામડામાંસૌ કોઈ ધાબળાઓમાં ઢબુરાઈને ઊંઘી ગયા હતા..માત્ર બે જ જણાં જાગતા હતા,, આલ્બર્ટ અને તેના પિતા...
           ૪ વર્ષનો આલ્બર્ટ પિતાને કુતૂહલવશ થઈને નીરખી રહ્યો હતો. ફાનસના અજવાળે પિતા વિધુત શાસ્ત્રના નવા નવા પ્રયોગો કરતા હતા. " આલ્બર્ટ, અહી આવ, તને કૈક દેખાડું !"
બાળક આલ્બર્ટ હોંશે - હોંશે પિતાની પાસે દોડી ગયો..પિતાએ તેને લોહચુંબક દેખાડ્યું.બાળક કઈ જ સમજ્યો નહી..પિતાએ એક કોરા કાગળ પર લોઢાના નાના નાના ટુકડાઓ પાથરી દીધા અને પછી એ કાગળની નીચે લોહચુંબક અડાડ્યું.. લોઢાના ટુકડા લોહચુંબક ફરે એમ ફરવા લાગ્યા. કાગળ ઉપર લોઢાના ટુકડાઓ નાચતા જોઈને બાળક આલ્બર્ટ ખુશ થઇ ગયો..તેનું આશ્ચર્ય સમાતું નહોતું..
"આ કેવી રીતે થાય છે પિતાજી ??"પિતાજીએ ધીરજથી સમજાવીને કહ્યું,
"કુદરત આવા અસંખ્ય ચમત્કારોથી ભરેલી છે, દીકરા ! "
બાળક આલ્બર્ટના  ચિત પર આ શબ્દોની ઊંડી અસર પડી. તેણે પ્રેરણામૂર્તિ પિતાની દિશામાં વિજ્ઞાનના ક્ષેત્રે ઝપલાવ્યું, આધુનિક વિજ્ઞાનના પિતામહ તરીકે આલ્બર્ટ આઈનસ્ટાઇન બની ગયો. તેઓ કહે છે,,: "મોટો થઈને હું જે કઈ નવી શોધો કરી શક્યો તેના મૂળમાં આ ચુંબક છે અને તે બતાવનાર મારા પિતાજી છે.." 

રવિવાર, 8 એપ્રિલ, 2012

સુવિચાર .૧

* સોના કરતા સમય વધારે કિંમતી છે...


* જેણે અભિમાન કર્યું તેને પતન નિશ્ચિત માનવું...


* આશા એ ચાલતા માણસનું સ્વપ્ન છે...


* સદભાગ્ય હમેશા પરિશ્રમની સાથે જ હોય છે...


* વિશ્વાસ જીવનની શક્તિ છે...

શનિવાર, 7 એપ્રિલ, 2012

જ્ઞાન વિજ્ઞાન

* ઓસ્ટ્રેલીયામાં માણસો કરતા કાંગારૂની વસ્તી વધારે છે.


* ખૂબ જ શક્તિશાળી હોવા છતાય સિંહ સાવધાન કે ચાલાક હોતા નથી...

* હમિંગ બર્ડની પાંખ એક સેકન્ડમાં ૯૦ વખત ફરકે છે...

*  ઓકટોપસની આંખની કીકી ચોરસ હોય છે..

* પ્રાણીઓમાં સૌથી મોટો અવાજ બ્લ્યુ વ્હેલનો હોય છે..

ગણિત ગમ્મત

સાતડાભાઈની કમાલ 

૧૫૮૭૩ * ૭ = ૧૧ ૧૧ ૧૧ 

૩૧૭૪૬ * ૭ = ૨૨ ૨૨ ૨૨ 

૪૭૬૧૯ * ૭ = ૩૩ ૩૩ ૩૩ 

૬૩૪૯૨  * ૭ = ૪૪ ૪૪ ૪૪ 

૭૯૩૬૫ * ૭ = ૫૫ ૫૫ ૫૫ 

૯૫૨૩૮ * ૭ = ૬૬ ૬૬ ૬૬ 

૧૧૧૧૧૧ * ૭ = ૭૭ ૭૭ ૭૭ 

૧૨૬૯૮૪ * ૭ = ૮૮ ૮૮ ૮૮ 

૧૪૨૮૫૭ * ૭ = ૯૯ ૯૯ ૯૯ 

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

આકાશ ચીતરે

 બાળકનું તો શું છે, સ્લેટને પેન આપો તો,,


  એ એકસામટું ને મસમોટું આકાશ ચીતરે !!!
                           * અજ્ઞાત 

વાહ ત્રિરંગો

વાહ ત્રિરંગો ! વાહ ત્રિરંગો !
ત્રણ પટ્ટાવાળો વાહ ત્રિરંગો !
ઉપર કેસરી નીચે લીલો
વચ્ચે ધોળો ધોળો ત્રિરંગો 
વચ્ચે સુંદર ચક્ર ત્રિરંગો.
નામ અશોક ચક્ર ત્રિરંગો.
ભારતવર્ષની શાન ત્રિરંગો,
દેશનું અભિમાન ત્રિરંગો.
ઉંચે ઉંચે ચડતો ત્રિરંગો..
ગગનમાં ફરફરતો ત્રિરંગો..
વાહ ત્રિરંગો ! વાહ ત્રિરંગો !
ત્રણ પટ્ટાવાળો વાહ ત્રિરંગો .....
                         * રત્નાકર  નાંગર 

સુવિચાર

* પ્રસન્નતા વસંતની જેમ હદયની બધી કળીઓને ખીલવી જાય છે..
                                                                    - જોપોલ 
* દયા એક એવી ભાષા છે કે જે બહેરા પણ સાંભળી શકે છે ,, અંધ અનુભવી શકે છે અને મૂંગા સમજી શકે છે.
                                                                   - મહાવીર સ્વામી 
* પ્રાર્થના એ કઈ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી,પ્રાર્થના એ તો અંતરનો નાદ છે..                  
                                                                   - અજ્ઞાત 

આપણે બન્ને

આપણે બન્ને રમતા હતા,
સામા પર્વતે જતા હતા,
રમતા રમતા રાત પડી,
રાત પડી તો પડવા દે,
ચાંદની રાતને જોવા દે,
તારલિયાને ગણવા દે,
ને મનનો આનંદ માણવા દે....

ઉદધાટન

ગાંધીના 
જન્મદિને 
ઉદધાટન કર્યું,,
એણે-
બંદૂકની ગોળી 
બનાવવાની ફેક્ટરીનું !!!
                            * નવીન ઠક્કર 

બાકસ

બાકસ ખોખું જિંદગી ને
સળીઓ જેટલા દુઃખ...


                           * અનિલ જોશી