ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના જીવનની એક ઘટના છે. એકવાર ભેટમાં તેમને હાથીદાંતની પેન મળી જે તેમને એટલી બધી ગમી કે લખતી વખતે તેઓ તેનો જ ઉપયોગ કરતા..જે ઓરડામાં તેમણે આ પેન રાખી હતી તેની સફાઈનું કામ તેમનો સેવક તુલસી કરતો હતો. એક દિવસ ટેબલ સાફ કરતી વખતે કપડાના ફટકાથી પેન નીચે પડીને તૂટી ગઈ. રાજેન્દ્ર્બાબુને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે નારાજ થઈને પોતાના સચિવને કહ્યું - આવા માણસને તાત્કાલિક બદલી નાખો...સચિવે તુલસીને ત્યાંથી હટાવી કોઈ બીજું કામ આપ્યું....એ દિવસે રાજેન્દ્રબાબુના મનમાં હલચલ મચી ગઈ કે આખરે એક મામૂલી ભૂલ ને લીધે તેમણે તુલસીને આવડી મોટી સજા કેમ આપી??લાખ સાવધાની રાખીએ તો પણ કોઈના હાથે આવી ઘટના બની શકે..સાંજે તેમણે તુલસીને બોલાવ્યો, તેના આવતા જ રાજેન્દ્રબાબુ ખુરશીમાંથી ઉભા થઇ ગયા અને બોલ્યા - તુલસી , મને માફ કરી દે...તુલસી પહેલા આશ્ર્ચર્યમાં પડી ગયો પછી રાજેન્દ્રબાબુના પગમાં પડીને માફી માગવા લાગ્યો, ત્યારે રાજેન્દ્રબાબુ બોલ્યા કે તું તારી અગાઉની ફરજમાં પાછો જા ત્યારે જ મને સંતોષ થશે..કૃતજ્ઞતા ભરેલી આંખો સાથે તુલસીએ તેનું જુનું કામ સંભાળી લીધું,,.. મૂળ વાત એ છે કે વ્યક્તિનું પદ,સ્તર, શિક્ષણ , જાતિ દરેકથી પર એક માણસના રૂપમાં જોનારની દ્રષ્ટિ સમ હોય છે અને એટલા માટે જે તે દરેક સાથે પ્રેમભર્યો વ્યવહાર કરે છે ...મહાનતા આવા જ વ્યવહારથી પ્રાપ્ત થાય છે....................
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો