અજયનો ચહેરો લાલચોળ થઇ સમસમી ઉઠ્યો....
મમ્મીએ માર્યું ? હા, મમ્મીએ વેણ માર્યું :
" જો રમીલાબહેનનો અંકિત , કેવો હોંશિયાર છે ! એના છઠ્ઠા
ભાગનીય અક્કલ તારામાં છે? તારા કરતા એને કેવું સારું ગણિત
આવડે છે !"
યામીનીબહેને પોતાના અજયને આવું એકવાર નહી પણ અનેક
વાર કહ્યું હતું.....
થોડા દિવસ પછી રમીલા બહેન ઘરે આવ્યા..
ચા પાણી થયા. વાતોની પરંપરા ચાલી. વાતોના કેન્દ્રમાં અજય
આવ્યો..
" અમારો અજય ગણિતમાં બહુ કાચો છે. તમારા અંકિત જેવો
નહી.."
સાંભળીને અજય વધુ સમસમી ઉઠ્યો...
પારકા ઘરના લોકો પાસે પણ મારી આવી વાત ?
અજય રડી પડ્યો..એને થયું :
" પણ , અંકિત મારા જેવું દોડી શકે છે ? એ મારા જેવી ઉંચી કૂદ કરી
શકે છે ? એને ઈતિહાસ આવડે છે ? "
એણે વિચાર્યું : " અંકિતની મમ્મી અને મારી મમ્મી , અંકિતના
પપ્પા અને મારા પપ્પા , અંકિતનું ઘર અને મારું ઘર, અંકિતનું
શરીર અને મારું શરીર , અંકિતની ઉંચાઈ અને મારી ઉંચાઈ
.............બધું જ જુદું છે,, તો ગણિતમાં વળી જુદું હોય એમાં શી નવાઈ
? મમ્મી આટલું કેમ નહી સમજી શકતી હોય ?"
પણ મમ્મીને સમજાવે કોણ ? અજય રડી રહ્યો હતો ...લઘુતાગ્રંથિથી
પીડાઈ રહ્યો હતો....
આવી તુલના શા માટે ???
ભગવાને દરેક બાળકને અલગ વ્યક્તિત્વ આપ્યું છે ,
બીજા સાથે તેની તુલના કરીને તેણે મૂરઝાવી નાખવું તે
ન્યાય છે???????????

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો