શનિવાર, 10 નવેમ્બર, 2012

સુવિચાર

* સત્ય જ મારો ઈશ્વર છે અને સમગ્ર વિશ્વ જ મારો દેશ છે ...
* બલિદાન વિના કોઈ પણ મહાન કાર્ય કરી ન શકાય .
* સુખ અને હર્ષ નાશ પામે છે ..
* તમે દુખી છો એવું જાણ્યા  વિના દુઃખને સહન કરો .
* જેટલું તમે ધ્યાન કરશો એટલો જ તમારો વિકાસ થશે ..
* હું બીજાઓની સેવા માટે નરકમાં જવા પણ તૈયાર છું .
* પૃથ્વીની જેમ બધું સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરો .
                         - સ્વામી વિવેકાનંદ 


સ્વામી વિવેકાનંદ એટલે ?

સ્વામી વિવેકાનંદ એટલે  ? 

સ્વા: સ્વાભિમાની બનો .
મી  : મીઠું બોલો અને મિતભાષી બનો .
વિ  : વિવેકી અને વિનયી બનો .
વે   :  વેપારી નહી પણ વ્યવહારુ બનો .
કા   : કાર્યરત રહી , ધ્યેય પ્રાપ્તિ કરો .
નં    : નંદનવન જીવનને બનાવો .
દ     : દયાળુ બનો , દયાપાત્ર તો નહી જ .....

અનમોલ રત્નકણિકા

પૃથ્વી પરનો ગરીબ માનવી એ નથી કે જેની પાસે નાણાં  નથી પણ એ છે કે જેની પાસે સ્વપ્ન નથી તે ગરીબ છે ...

++++++

પૈસા માટે પરસેવો પાડનાર ઘણા હોય છે પણ પર - સેવા માટે પરસેવો પાડનાર તો કોઈક જ ....

++++++

હાસ્ય એ તત્ક્ષણ મળી શકે એવું વેકેશન છે ...

+++++

ઉછીનું અજવાળું એક્ષ્પાયરીડેટ  સાથે જન્મે છે ...

+++++

આપીને જે આનંદ અનુભવે તે સ્નેહ , અને લઈને જે રાજી રહે તેનું નામ સ્વાર્થ ...

+++++

રસ્તાના દરેક વળાંકે એક પડઘો સંભળાય છે .." Everyone wants change ."

+++++

પોતાની આસપાસ સંતોષનો કિલ્લો ઉભો કરી દો , એને કોઈ ભેદી શકશે નહી ...

ટેલિફોનનો થાંભલો

આંગણામાં ઉગ્યો છે ટેલિફોનનો થાંભલો  !
ઊંડા ઊંડા છે એના મૂળ 
લહેરાય છે એના તાર 
ને ટહુકે છે એની રીંગ 
ઓ વૃક્ષો ,
મને માફ કરજો ..
હું તમને ભૂલતો જાઉં છું ....
        
               - યશવંત ઠક્કર