શનિવાર, 10 નવેમ્બર, 2012

ટેલિફોનનો થાંભલો

આંગણામાં ઉગ્યો છે ટેલિફોનનો થાંભલો  !
ઊંડા ઊંડા છે એના મૂળ 
લહેરાય છે એના તાર 
ને ટહુકે છે એની રીંગ 
ઓ વૃક્ષો ,
મને માફ કરજો ..
હું તમને ભૂલતો જાઉં છું ....
        
               - યશવંત ઠક્કર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો