ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

સૌનો સાથ , સૌનો વિકાસ

પ્રાણથી પણ પ્યારો છે મારો દેશ ,
વ્હાલો ,અનેરો છે મારો દેશ ...
સદાય વિકસતો મારો દેશ !!!!!
સૌનો સાથ , સૌનો વિકાસ 

મારો દેશ

મને વ્હાલો છે મારો દેશ ,
તેના માટે હું કરી શકું ગમે તે ,
પર્વત તો શું !
હિમાલયને પણ હલાવી 
દઉં ...વ્હાલા દેશને કાજ ...

પર્વતે

ગુસ્સામાં આવી 
પર્વતે 
ઘા 
કરીદીધો !!!

ગાંધી

ગાંધીની છાતીમાં 
બંદુકની ગોળીથી 
ખીયા હતા ત્રણ ગુલાબ ,
નહેરુ 
પોતાના કોટમાં 
હમેશ ગુલાબ 
રાખતા , 
પણ મારે કોટ કે છાતી જ 
ક્યાં છે?
!
કે બાપુ !...
તમારા દીધેલા 
ગુલાબ રાખી શકું ??
  - ગીરીન જોશી 

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

સાહિત્ય બિંદુ,


દરિયો હતો હોડી હતી ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો
                           અશોકપુરી ગોસ્વામી

પપ્પા


કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ના પપ્પા વિશે !

બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું ?
સપનાંઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું
એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે
મા વિશે તો….

ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો
તો પણ બજાર, બૅન્ક, બધ્ધે મુન્નો એની જીભે
મા વિશે તો….

દીકરી આવી ત્યારે પણ રાખી’તી બવ્ય ઉજાણી,
સાસરિયે ગઈ તો પપ્પાની આંખો  બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે
મા વિશે તો….

- ભરત ભટ્ટ ‘પવન’

સુવિચાર

* અહિંસા સત્યની શોધનો આધાર છે.
                            - 
ગાંધીજી

જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે.
              -આલ્બર્ટ આઈંસ્ટાઈન

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2012

happy life

 happy life :
"FORGET WHO HURT YOU YESTERDAY."
but 
"don't forget those who care 4 you everyday." 

સોમવાર, 3 સપ્ટેમ્બર, 2012

* 3 સપ્ટેમ્બર .

* 3 સપ્ટેમ્બર ..
 સાક્ષરયુગના સમર્થ ગુજરાતી સાહિત્યકાર નરસિંહરાવ દિવેટિયાની જન્મજયંતિ ..
            ( જન્મ : 3.09.1859)

શનિવાર, 1 સપ્ટેમ્બર, 2012

દિન વિશેષ

* 2 સપ્ટેમ્બર  ...
 બાળ કેળવણીકારનાં પ્રખર હિમાયતી ચિંતક ને લેખિકા તારાબેન મોડકની પુણ્યતિથી .....
                 ( મૃત્યુ : 2.09.1973..)

ધ્યેય

સાઉથ ગુજરાત પ્રોડિકટવીટી કાઉન્સીલ દ્વારા સમૃદ્ધિ હોલમાં સ્ટીફન કોવીનું પુસ્તક ‘સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્તીવ પીપલ્સ’ પુસ્તકનો રિવ્યૂ કરાયો હતો. ૧૬મી જુલાઇએ અમેરિકાના વિખ્યાત લેખક અને મોટિવેટર સ્ટીફન કોવીનું અવસાન થતા એમની શ્રધ્ધાંજલિના ભાગ રુપે આ રિવ્યૂ કરાયો હતો. ડો.અનિલ સરાવગીએ આ પુસ્તકનો રિવ્યૂ કરતા કહ્યું કે સ્ટીફન કોવીએ આ પુસ્તકને બહુ અદભૂત રીતે લખ્યું છે. જીવનને જેટલું સિરિયસલી જીવી શકાય એ રીતે જીવવું જોઇએ, એમાં રોજ રોજ નવી ગિલ્લી નવો દાવ નહિઁ ચાલે.’

ડો. અનિલ સરાવગીએ કહ્યું કે ‘જે રીતે હિન્દુ ધર્મમાં શ્રીમદ્ ભગવતગીતાનું, ખ્રીસ્તીમાં બાઇબલનું, ઇસ્લામમાં કુરાનનું મહત્વ છે એ જ રીતે પ્રોફેશનલ બિઝનેસમેન માટે આ પુસ્તક મહત્વનું છે. આ પુસ્તકમાં માનવજીવનનાં મૂળભુત સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવામાં આવ્યા છે. માનવજીવનનાં ઉત્થાનથી એનામાં રહેલા મૂલ્યોને કઇ રીતે ઇમ્પ્લીમેન્ટ કરી શકાય એની માહિતી આપવામાં આવી છે. 

પુસ્તકમાં અપાયેલી સાત હેબિટ્સ મનુષ્યજીવનમાં હકારાત્મક અસરકારકતા લાવી શકે છે. આ આદતો પહેલા પોતાનામાં કેળવવી જોઇએ, એ પછી સંબંધ કેળવવામાં પણ આ આદતોનો ઉપયોગ કરી શકાય છે. આ આદતો દ્વારા મજબૂત સંબંધ કેળવી શકાય છે. પુસ્તકમાં સ્ટીફન કોવીએ કહ્યું છે કે ‘જીવનમાં અંતિમ ધ્યેય કલીઅર હોવું જોઇએ. પ્લાન વિના બિલ્ડિંગ તૈયાર નથી થતું, સ્ક્રીપ્ટ વિના ફિલ્મ નથી બનતી, એ રીતે જ ધ્યેય વિના જીવનને પણ અસરકારક નથી બનાવી શકાતું. જીવનમાં પરપિકવતા જરૂરી છે. પરપિકવતા સંજોગો સામે મક્કમ બનાવે છે.

મૃત્યુ


એક સરસ નાનકડી વાત આપની સમક્ષ રજુ કરું છું, રસ દઈને વાંચજો.
એક દિવસ યમદૂ…ત એક માણસનો પ્રાણ હરણ કરવા એના ઘરે આવ્યો, ત્યારે પેલા માણસે કીધુ : હું તારી સાથે આવવા બિલકુલ તૈયાર નથી. 
યમદૂત : પણ તારું નામ મારા લીસ્ટમાં સૌથી ઉપર પેલા નંબરે છે, મારે તને લઈજ જવો પડે એમ છે.
માણસ : તો પછી મારી એક ઈચ્છા પૂરી કરો, તમે મારી સાથે અહી બેસીને થોડુક જમી લો, પછી આપણે બંને સાથે નીકળીએ.
(પેલા માણસે યમદૂતની નજર ચૂકવીને એના જમવામાં નિંદર આવે તેવી ઔષધિઓ ભેળવી દીધી)
જમ્યા પછી યમદૂતને જબરદસ્ત નિંદર આવવા લાગી અને થોડીવારમા તો તે ઘસઘસાટ ઊંઘવા માંડ્યો. એ ઉઠે તેની પહેલા જ ઓલા માણસે યમદુતના લીસ્ટમાંથી પોતાનું પહેલું નામ છેકીને સોથી છેલ્લે લખી દીધું.
થોડીવાર પછી યમદૂત મસ્ત પૈકી સુઈને ઉઠયા પછી ખુશમિજાજ અવાજે પેલા માણસને બોલ્યો : હું તારા પર બહુજ ખુશ છું, તારા ઘરે સ્વાદિષ્ઠ ભોજન લઈને મને પરમ આનંદ થયો અને ખુબજ સરસ નિંદર આવી એટલે હવે હું મારા આ લીસ્ટમાની સૌથી છેલ્લી વ્યક્તિ જે છે એને મારી સાથે સૌથી પેલા લઇ જઈશ!!!!

માણસ ની કિંમત


તૈમૂરલંગ ખૂબ જ ક્રૂર રાજા હતો અને તેની ક્રૂરતાથી રાજ્યની પ્રજા દુખી હતી.  તે લંગડા, ઠીંગણા, કદરૂપા માણસે ન જાણે કેટલાય દેશો ને નષ્ટ –પષ્ટ કરી દીધા હતા,  કેટલાય  ઘરો- કુટુંબો ને બેઘર કરી દીધા હતા.  આવા કૂર –પાશવી પાસે એક દિવસ બંદીવાન કેદીઓ ને લાવવામાં આવ્યા, જેઓને આજે સજા તે સંભળાવવાનો હતો.  આ કેદીઓ માં તૂર્કિસ્તાન ના પ્રસિદ્ધ કવિ અહમદી પણ હતા.  તેને જ્યારે પકડીને તૈમૂરલંગ પાસે લાવવામાં આવ્યા, ત્યારે તૈમૂરલંગે  બે ગુલામો તરફ અંગૂલી નિર્દેશ દ્વારા અહમદી ને કહ્યું કે મેં સાંભળ્યું છે કે “ કવિ લોકો મોટા પારખું હોય છે. તો સારું, તમે મને કહો કે આ બે ગુલામો ની કિંમત શું છે ? “
“ આ બને માંથી કોઈ પણ ૪૦૦ અશરફી થી ઓછી કિંમત ન નથી. “  અહમદીએ જવાબ આપ્યો… આ સાંભળી તૈમૂરને બહુજ આશ્ચર્ય થયું ! તેણે ફરી પ્રશ્ન કર્યો “  ભાઈ તો મારી શું કિંમત છે ?”
અહમદી સ્પષ્ટ વક્તા અને સ્વાભિમાની હતા. તેણે જવાબ આપ્યો: “તમારી કિંમત ફક્ત ચોવીસ અસરફીઓ જ છે. “   “ શું, મારી ફક્ત ચોવીસ અશરફી જ કિંમત જ છે ? – આશ્ચર્ય સાથે તૈમૂરે કહ્યું, “આટલી કિંમતની તો ફક્ત મારી  કફની જ છે.”
“જી હા, મેં તેની તો કિંમત લગાવી છે.”  – સ્વાભિમાની કવિ એ જવાબ આપ્યો. “ એટલે કે મારી કોઈ જ કિંમત જ નથી ? “  - તૈમૂર એ વળતો ફરી તેને સવાલ કર્યો.
“ જી નહીં, કોઇ જ નથી. જે વ્યક્તિમાં દયા જરા પણ માત્રા માં  ના હોઈ શકે, તમે જ કહો, એવા દુષ્ટને “માણસ”  તરીકે કઈ  રીતે ઓળખાણ આપી શકાય  ? અને આમ છતાં,  તેની કિંમત પણ શું હોઈ શકે ?”
તૈમૂર માટે કરેલી વાત સાચી જ હતી, આમ છતાં તે ચૂપચાપ સાંભળતો રહ્યો.  તે અહમદી ને સજા તો તે આપી શકે તેમ ના હતા, અને જો તે સજા કરે તો અહમદી દ્વારા તેની કિંમત જે કરવામાં આવી હતી તે સાચી છે તેમ સાબિત થાય તેમ હતું, તેણે અહમદી ને “પાગલ” છે તેમ જાહેરકરાર  કર્યો અને છોડી દીધો…
સાર: માણસની કિંમત પૈસા થી નક્કી નથી થતી તેના સ્વભાવ અને કાર્ય થી  નક્કી થાય છે