મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

શેતાનના સાધનો

           એક વખત શેતાને પોતાના સાધનો વેચવા કાઢ્યા . નવા સાધનો વસાવતા પહેલા થોડાક જુના સાધનો ઓછા કરી નાખવા એવું એને નક્કી કર્યું હતું .

            વેચાણની તારીખે બધા ભેગા થયા . શેતાને વેચવાના સાધનોને જુદા જુદા ટેબલ પર ગોઠવી દીધા . દરેક સાધન સાથે એની ટુકી વિગત મુકવામાં આવી હતી . દરેકની કિંમત પણ જોડાજોડ લખેલી હતી .

            ખરીદવા આવેલા બધા એ સાધનોને જોઇને તપાસતા હતા .

            ઈર્ષ્યા , ધિક્કાર , અભિમાન લોભ , જુઠ્ઠાણું એવા બધા સાધનોથી દુએ સાવ એક ઘસાઈ ગયેલું સાધન પડ્યું હતું . એની પાસે એની વિગત નહોતી લખેલી , પરંતુ એની કિંમત લખેલી હતી . બાકી બધા સાધનોની કિંમત ખુબ સામાન્ય હતી , પણ આ ખુબ વપરાયેલા લાગતા અને સાવ ઘસાઈ ગયેલા સાધનની કિંમત ખુબ જ ઉંચી રાખવામાં આવી હતી .

           નવાઈથી બધાએ શેતાનને પૂછ્યું , " આ આટલા બધા જુના આને સાવ ઘસાઈ ગયેલા સાધનની આટલી ઉંચી કિંમત શા માટે ? અને આ સાધનથી શું કરી શકાય ?"

           શેતાને હસીને કહ્યું ," એ સાધન મારું સૌથી પ્રિય સાધન છે અને હું એનો ખુબ જ ઉપયોગ કરતો હોઉં છું . ઉપરાંત મારું એ સાધન ભાગ્યે જ નિષ્ફળ જાય છે !!"

         હવે બધાને ખુબ જ કૂતુહુલ થયું . એક જણે શેતાનને પૂછી જ લીધું, " પરંતુ એનાથી શું કરી શકાય ?"

         " કોઈને નાહિંમત કરી શકાય , નાઉમ્મીદ કરી શકાય ! " ખડખડાટ હસતા શેતાને કહ્યું ," મારા એ સાધનનું નામ છે હતાશા ! અને મજાની વાત તો એ છે કે એ મારું સાધન છે એની બહુ ઓછા  લોકોને ખબર હોય છે ! "

                       હૂંફાળા અવસરમાંથી ....
                        - આઈ . કે . વીજળીવાળા 

એક એવી જગ્યા

આ દુનિયા એક એવી જગ્યા છે , જ્યાં તમે જે આપો છો એ જ તમને પાછું મળે છે !

આજને હું ચાહું છું

આવતીકાલને મને ફિકર નથી , કારણકે ગઈકાલ મેં જોયેલી છે ને આજને હું ચાહું છું ..

ભક્તિ

નિંદ્રા અને નિંદા ઉપર વિજય મેળવનાર જ ભક્તિ કરી શકે  છે .
 - ડોંગરેજી 

શનિવાર, 26 જાન્યુઆરી, 2013

શનિવાર, 19 જાન્યુઆરી, 2013

GOD IS NOWHERE,

એક સંપુર્ણ વ્યકિત હતો, તેણે ઘરની ભીંત પર મોટા અક્ષરે લખેલુ 

..GOD IS NOWHERE, સમય જતાં તેના લગ્ન થયાં, બાળક પણ 

થયું, બાળક મોટું થયું અને તે લખતાં વાંચતાં શીક્યું, તે જ્યારે પિતા 

સાથે બહાર જાય ત્યારે રસ્તામાં લગાડેલા સાઇનબોર્ડ વાંચે અને એક 

અક્ષર વાંચી પિતાને સંભળાવે, વખત જતાં તેને અક્ષરજ્ઞાન થયું, એક 

દિવસ ઘરમાં જ લખેલું તેણે વાંચ્યું અને પિતાને કહેવા દોડી આવ્યો કે, 

જુઓ મેં આખું વાક્ય વાંચ્યું_GOD IS NOW HERE, આ સાંભળીને 

પેલો નાસ્તિક ચોંકી ઊઠ્યો, તેને બાળકના ઉચ્ચારણમાં નવો જ ધ્વનિ 

સંભળાયો, એક અર્થ બદલાઇ ગયો, પેલા માણસના મનમાં નવો જ 

તણખો મુકાયો, તે તુરંત જ ઈશ્વરમાં માનતો થઈ ગયો, આ જોઈ તેના 

સ્વભાવને ઓળખનારા પૂછવા લાગ્યા કે, તારા ગુરુ કોણ છે કે જેણે 

તને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો, પિતાએ તુરંત બાળક સામે 

આંગળી ચીંધી જવાબ આપ્યો કે, "ચાઈલ્ડ ઈઝ ધી ફાધર ઓફ ધી 

મેન, " અંગ્રેજીમાં કહેવત છે if the disciple is ready, the mas-ter 

is at hand, શિષ્ય શીખવા તૈયાર હોય તો ગુરુ હાજરાહજુર છે, તેને 

શોધવા જવાની જરૂર નથી.. 

સફળતાનો આધાર ધીરજ છે

                  એક સંત પાસે યુવક ગયો અને તેને શિષ્ય તરીકે સ્વીકારી ઉપદેશ આપવા જણાવ્યું .. સંતે તેને કહ્યું કે , પહેલા તું મારા માટે સાધના કરવા માટે એક ઝૂપડી બનાવ . પેલા યુવકે ઝૂપડી બનાવી . ગુરુએ તેને તોડી ફરી બનાવવા કહ્યું . આવું અગિયાર વાર થયું . બારમી વખતે સંતે યુવકને કહ્યું કે , તારું શિક્ષણ પૂરું થયું . તારામાં જે ધીરજ છે તે જીવનના કોઇપણ કામમાં સફળતા જ અપાવશે . કારણકે તે શંકાને વશ થયા વિના આજ્ઞાનું પાલન કર્યું . નિષ્ઠાથી ફરજ બજાવી જે બહુ મોટી વાત છે ..

ચાલ

કાલે કોઈ ડાળ તૂટી છે ,
   ચાલ ઝાડની ખબર કાઢવા ....
                        - મુકેશ જોશી 

બીજ

જીવનમાં પામવા કરતા ખોવું વધારે જરૂરી છે ,
બીજ મરે છે તો જ ઉગે છે ...

અજાયબ દુનિયા

આ લાગણીની દુનિયા સાચે જ અજાયબ દુનિયા છે ...

મારા વિષે

મારા વિષે કશુય વિચારી શકું નહી ,
મારા બધા વિચારમાં તારી અસર હશે ...
              - મનહર મોદી