શુક્રવાર, 25 મે, 2012

મૈત્રીની ભાષા

મૈત્રીની ભાષા એટલે 
શબ્દો નહી પણ 
શબ્દોનો અર્થ !
                  થોરો 

વિચિત્રતા

જીવનની એક વિચિત્રતા 
એ કે 
જો તમે 
ઉતમોઉતમથી ઉતરતું 
એવું કશુક 
સ્વીકારવાનો ઇનકાર કરો 
તો ઘણું ખરું 
એ મળી પણ જાય !!
           સમરસેટ મોમ 

"સ્વ"

પ્રેમ એ 
એક માત્ર 
ખરી સ્વતંત્રતા છે .
એ 
આપણને 
ખોટા મ્હોરાઓને 
ફંગોળવા દઈને 
આપણા 
અસલ "સ્વ" ને 
પામવા દે છે ..............
              સુઝાન પોલીસ સટઝ 

બુધવાર, 16 મે, 2012

તલાશ છે .

કાદવને ખૂંદવા માગું છું ,

કમળની તલાશ છે .

કાંટાને ચૂમવા માગું છું ,

ગુલાબની આશ છે .

તેને જ ચાહવા માગું છું ,

મારા દિલમાં જેનો વાસ છે.

                        - રોહિત ચૌહાણ ....

મંગળવાર, 15 મે, 2012

વમળો

યાદોના દરિયામાં મારી મેં ડૂબકી ,,


આવ્યા મોતી 


એકાંતના .....


એકેક મોતી 


હાથમાં પકડી પાછા 


ફેકતો ગયો 


દરિયામાં ....


અને 


રચાતા ગયા 


વમળો તેની યાદના !!!!!!!!!!!!!!!!!!

સંવેદવાની ક્ષમતા

સંવેદનશીલતા એટલે 

અન્ય મનુષ્યોની લાગણીઓ , વિચારો , માન્યતાઓ ,

ગમા - અણગમાઓ , ઈચ્છાઓ વગેરે 

સમજવાની ને સંવેદવાની ક્ષમતા ..............

            - સંજીવ શાહ 

સોમવાર, 14 મે, 2012

સંવેદનશીલતા

જીવનને પુરેપૂરું સંવેદનાથી છલોછલ ભરી લેજો ....

કઈ જ ન કરો તો કઈ નહી ,,

પણ અખૂટ સંવેદનશીલતા તમારા હદયમાં રાખજો .....


રવિવાર, 13 મે, 2012

પડછાયો

પર્વત પર 


છે 


પડછાયો 


એની સંવેદનાનો  !

સંવેદનાનું સરોવર




છે એક  સ્વપ્નોનું  સરોવર ....


આખો દહાડો બસ 


વ્હાલ કરતું ,,,,


ના . ,,,,


છે  એ તો  સંવેદનાનું 


સંવેદનાનું સરોવર ..............


બસ ,,, છે તેમાં 


અપાર........સંવેદના.............

પપ્પા

માં 

વ્હાલનો દરિયો 

પપ્પા 

લાગણીનો પર્વત 


શનિવાર, 12 મે, 2012

સવેદનશીલ પર્વત


એક સવેદનશીલ પર્વત ,


આંખ ખુલે છે તેના જ દર્શનથી ,


ને આંખ બંધ થાય છે 


તેના જ સુંદર સ્વપ્નોથી ....


છે મારો પર્વત વિશાળ 


લાગણીથી છલોછલ ...


લાડ લડાવી અને વ્હાલ કરે 


એક સવેદનશીલ પર્વત ..

રાષ્ટ્રનું રક્ષણ કરવું તે આપણું પરમ કર્તવ્ય છે

                 મહારાણી લક્ષ્મીબાઈના જીવનની એક ઘટના છે, જે દરેક નાગરિક માટે રાષ્ટ્રની સર્વોપરિતા બતાવે છે . મહારાણી અને અને અંગ્રજો વચ્ચે કટ્ટર દુશ્મની હતી.અંગ્રજોએ મહારાણીને ઝૂકાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ ડગાવી શકયા નહી . લક્ષ્મીબાઈનો સંકલ્પ હતો કે તેઓ રાષ્ટ્ર માટે પ્રાણ આપી દેશે પણ અંગ્રેજોની સામે સમર્પણ નહી કરે .એકવાર લક્ષ્મીબાઈ અને અંગ્રજો વચ્ચે લડાઈ ચાલતી હતી . અંગ્રેજો મહારાણીના હાથે હારીને જીવ બચાવવા ભાગી રહ્યા હતા . ભાગતા - ભાગતા અંગ્રેજોને એક મંદિર અને મસ્જીદ દેખાયા . અંગ્રેજો તેમાં જઈને છુપાઈ ગયા . તેઓ જાણતા હતા કે , મંદિર - મસ્જીદ એ હિંદુઓ અને મુસ્લીમોના ધર્મ સ્થળ છે આથી તેઓ તેનો નાશ નહી કરે પરંતુ રાણીના એક મુસ્લિમ તોપ્ચીએ અલ્લાહને પ્રાર્થના કરી કે , યા અલ્લાહ ! માતૃભૂમિના રક્ષણ માટે તમારા પવિત્ર સ્થાનકનો નાશ કરી રહ્યો છું , આમ કહી તેણે  મસ્જીદ પર તોપ  ચલાવી અને અંગ્રેજો સાથે મસ્જીદ જમીનદોસ્ત થઇ ગઈ . હવે તોપ્ચીએ તોપનું મોઢું મંદિર તરફ ફેરવ્યું પરંતુ મંદિર પર ગોળો નાખવાની તેની હિમ્મત ચાલી નહી . આથી નજીક ઉભેલા લક્ષ્મીબાઈ તોપ્ચીનો મનોભાવ સમજી ગયા . અને તેમણે  જાતે આગળ આવી ધર્મ કરતા માતૃભૂમિ ચઢિયાતી છે તેમ કહી મંદિર પર તોપ  ચલાવી . આ રીતે મંદિરમાં છુપાયેલા અંગ્રેજો પણ મૃત્યુ પામ્યા ....

            એટલે કે રાષ્ટ્ર હમેશા ધર્મ કે સંપ્રદાયથી ઉપર છે . જે રાષ્ટ્રની માટીથી આપણું  પાલન પોષણ થાય છે તેની રક્ષા કરવી આપણી  પ્રથમ જવાબદારી છે ..

શુક્રવાર, 11 મે, 2012

જ્ઞાન અને ભાવ

            એક ગુરુને  કોઈ શિષ્યએ  પૂછ્યું કે , મારે શિક્ષક બન્યા પછી શું કરવું ?

ગુરુએ જવાબ આપ્યો કે, શિક્ષકમાં બે સત્વ જરૂરી છે . 

એક ઉંડાણતા  અને બીજું વિશાળતા ..ઉંડાણ નાં હોય તો ઝાડ 

ઉથલી પડે અને એકલું ઉંડાણ થાય ને વિસ્તાર ના થાય તો ઝાડ પર  

ફળ ના બેસે ....


              દોસ્તો , આ દ્રષ્ટાંત આપણને ઘણું કહી જાય છે. શિક્ષકે 

જ્ઞાનનો વિસ્તાર કરવાનો છે .ને ભાવનાની ઉંડાણતા લાવવાની છે . 

જ્ઞાનનો વિસ્તાર થશે તો જ શિક્ષણના સાચા ફળ મળશે ને 

ભાવનાની ઉંડાણતા આવે તો શિક્ષણનું ઝાડ મજબૂત થશે ..

  શિક્ષક સંકલ્પ : - હું મારા શિક્ષકના વ્યવસાયને ચાહું છું , તેથી  

વાચન , મનન , અને જીવન દ્રારા તેનો વિસ્તાર કરીશ . અને 

ઉંડાણતા  લાવીશ .. 

ગુરુવાર, 10 મે, 2012

બેઠા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા


અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?


હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ

અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા

એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં 'કશું નથી' ને વાવ્યું

દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.


                                                    --અનીલ ચાવડા

દીકરી

દીકરી .......


દી - દિલ


ક - કાળજું


રી - હૃદય

આ ત્રણ અક્ષર ના શબ્દ નો અર્થ અને એની મનોવ્યથા ૨૧ મી સદી 



માં પણ કોઈ સરખી સમજી શક્યું નથી,

એ શું વિચારે છે ?


એને શું કરવું છે ?એનું મન શું કે છે ?

હા, પણ એ બીજા માટે શું કરે છે ? તમારા માટે શું કરે એ


બધું વધારે જોવા માં આવે છે.......

દીકરી શબ્દ બોલવામાં ખાલી ત્રણ અક્ષર નો બનેલો છે

એનું મહત્વ ખુબ વજનવાળું છે...

માં -બાપ ને ત્યાં જન્મે ત્યારથી લઇ ને એ ભગવાન પાસે જાય

ત્યાં સુધી ની એની યાત્રા કેટલી બધી પીડાઓ ,દુખ , સુખ અને

જુદા જુદા આરોહ અવરોહ થી બનેલી છે. છતાં પણ એ

હમેશા પોતાના મુખ પર ખુશી લઇ ને ફરે છે ....

બધા ને મારા મારા પોતાના કરીને રાખતી દીકરી નું કોઈ

પોતાનું હોઈ છે ખરું ?

માતા- પિતા ના ઘરે જન્મ લે ત્યારે તે ત્યાની આબરુ મન

મર્યાદા નો ખયાલ રાખે,

સાસરે જાઇ ત્યાં સાસરિયાં ને પોતાના કરી લે, લોકો કહે કે

દીકરી કેવી "પરાયું ધન "પણ

દીકરી નું પોતાનું કેવાઈ એવું એકેઈ ઘર હોઈ છે ખરું ?

નથી હોતું ...... છે ને સાચી વાત ?

એ જન્મે ત્યારે માં-બાપ ની કેવાઈ તોઈ પછી" પારકી "

તો ખરી જ .......

અને લગ્ન થઇ એટલે સાસરિયાં ની ને પિયર માટે

તો પારકી હતી જ અને સસરા માતો નવી હોઈ જ..

જયારે લગ્ન થઇ ત્યારે ...

એ એક સરસ મજાની વ્યવસ્થિત આકાર સાથે ખીલેલી કળી પોતે

ખુદ મુરજાઇ જઈને ફરીથી પોતાના ના માં પ્રાણ

પુરવાની કોશીશ કરે. અને થોડી ઘણી સફળ પણ થઇ હોઈ

ત્યાં સંભળાવવામાં આવે કે આ તો "શું વહુ એ

તો પારકી દીકરી એને થોડું આપડું દાજે ?"

એટલે એને પોતે કરેલી કોશીશ નાકામ થતી લાગે ......

અને એ કોશીશ માં ને કોશિશ

માં એની આખી ઝીંદગી નીકળી જાય છે ....

શું આ જ દીકરી નું જીવન છે??

બુધવાર, 9 મે, 2012

શકે તો..... મોકલુ

જો તુ સાંભળી  શકે તો.....તને મારી કથા મોકલુ

જો તુ સમજી શકે તો.....તને મારી વ્યથા મોકલુ


જો તુ સાચવી શકે તો.....તને મારી યાદ મોકલુ


જો તુ અનુભવી શકે તો.....તને મારી વેદના મોકલુ


જો તુ જાળવી શકે તો.....તને મારી લાગણી મોકલુ


જો તુ પૂરા કરી શકે તો.....તને મારા સપના મોકલુ"

શકાય છે

હોવાનો બોજ આ રીતે ઊંચકી શકાય છે

સમજી શક્યા નથી અને સમજી શકાય છે

શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર


ચાદર પથારી પરની તો બદલી શકાય છે

ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે

શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?

આ એજ છે નદી કે જે વહેતી હતી કદી

આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.

                                          -નયન દેસાઈ

જીવન

જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે ,

અને જો વિશ્વાસ રાખો તો એ રડાવે છે .

"એક મ્યાનમાં બે તલવાર સાથે ના રહી શકે."

એ એક પ્રખ્યાત ઉક્તિ છે.

પણ એક ફૂલદાની માં કેટલા બધા ફૂલ સાથે રહી શકે છે.

જીવન તો ફૂલ જેવું હોવું જોઈએ, નહિ કે તલવાર જેવું..!!!!!!!!!.

ક્યાં જશે ?

મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?

આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?


શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.

શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે ?



ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,


હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?
હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,



ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?

લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,


પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?

પરીક્ષા

"બે વાગી ગયા. હજી રીના કેમ ન આવી ?

હું રીનાની આતુર મને રાહ જોતી હતી. દસમીની પરીક્ષા આપી રહી 

હતી. આજે બીજ ગણિતનું પેપર હતું. રીનાનો માનીતો વિષય. તેણે 

મહેનત પણ ઘણી કરી હતી. કહેતી હતી, ‘આ વખતે નેવું માર્ક્સ તો 

ઓછામાં ઓછા લાવવા જ છે.’... હું બારણું ઉઘાડીને જ બેઠી હતી. 

રીનાનું હસતું મોં મારે જલદી જોવું હતું. અને એ હસતી-કૂદતી આવી. ‘

મમ્મી’ કહેતી મને વળગી પડી.‘અરે, બોલ તો ખરી, કેટલા માર્કસ 

લાવવાની ?’‘પૂ….રા…..પંચાણું. તેમાં એક ઓછો નહીં.’‘શાબાશ ! મારી 

દીકરી શાબાશ !’ હેતથી મેં એને ચૂમી લીધી.ત્યાં અમારા પડોશની 

સોનાલી આવી. મેં એને પૂછ્યું : ‘પેપર કેવું ગયું ?’‘સુપર્બ !’ – એ પણ 

ઘણી ખુશ દેખાતી હતી.તેની પાછળ તેની મમ્મી પણ આવી. તેને જોઈ 

બોલી, ‘અરે, મમ્મી ! આજે તો કાંઈ જ બહારનું નહોતું. બધું જ બધું હું 

જાણતી હતી. લખવામાં મજા આવી ગઈ !’

તે મા-દીકરી ગયાં પછી મેં રીનાને પૂછ્યું, ‘આ લોકો શું વાત કરતાં

 હતાં ? બહારનું નહોતું એટલે શું ?’‘મમ્મી, એમને પેપર પહેલેથી મળી 

ગયું હશે. પરીક્ષામાં એ જ આવ્યું. એટલે કશું બહારનું નહીં.’‘એમ 

પહેલેથી કેવી રીતે મળી જાય ?’‘અમારા સેન્ટર પર ઘણી છોકરીઓ 

પાસે પેપર હતું. એકે મને બતાવ્યું કે આ પ્રશ્ન આવવાનો છે. પણ મેં તે 

તરફ ધ્યાન જ ન આપ્યું. પરંતુ ઘણા કહેતા હતા કે આજનું પેપર ફૂટી 

ગયું હતું.’‘હા, બેટા ! આપણે તો મહેનત કરીને જ ભણવાનું.’મારી 

દીકરી બહુ જ હોશિયાર છે, બહુ જ મહેનતુ, કોઈ ટ્યુશન નહીં. જાતે જ 

મહેનત કરે. પડોશની સોનાલી તો રખડુ છે. નવમીમાં એક વાર 

નાપાસ પણ થયેલી. આ વરસે ખાસ ટ્યુશન પણ રાખેલું. પણ આખો 

વખત નવા નવા ડ્રેસ પહેરીને બહાર જ ફરતી હોય. મેં એને ક્યારેય 

ચોપડી લઈને બેઠેલી જોઈ નથી.

જમીને રીના બોલી : ‘મમ્મી, હું જરીક બાજુમાં જઈને આવું.’‘કેમ, 

કાલની તૈયારી કરવી નથી ?’‘હું હમણાં જ આવું છું.’પૂરા અડધા-પોણા 

કલાકે આવી ત્યારે ગુમસુમ લાગતી હતી, ‘મમ્મી, એ લોકો તો હજાર 

રૂપિયા આપીને પેપર લાવ્યા હતાં. મેં તો માસીને કહ્યું કે આવી રીતે 

પેપર ફૂટી જાય તો ફરી પરીક્ષા લેવી જોઈએ. પણ એ લોકો કહે કે ફરી 

પરીક્ષા શું કામ ? પેપર ફૂટી ગયું તે બોર્ડનો દોષ. તેમાં અમે શું કરીએ 

?‘હશે બેટા, સહુ પોતપોતાનાં કર્યાં ભોગવશે. તું તારે વાંચવા બેસી જા 

!’એ વાંચવા તો બેઠી, પણ મેં જોયું કે એ ખાસ્સી બેચેન હતી. સાંજે હું 

બહાર જઈ શાકભાજી, ઘરસામાન વગેરેની ખરીદી કરીને આવી, ત્યારે 

રીના કહે, ‘મમ્મી, હમણાં જ મારી એક બહેનપણી કાલનું આખું પેપર 

આપી ગઈ. કહેતી હતી કે કાલે આ જ આવવાનું છે. પણ મેં તો જોયું 

જ નહીં, બાજુએ મૂકી દીધું.’મેં પાસે જઈને એના માથે પ્રેમથી હાથ 

ફેરવ્યો, ‘મારી દીકરી કેટલી ડાહી છે !’

પરંતુ રીનાના મનમાં કશુંક ઘોળાતું હતું. રાતે જમ્યા પછી ફરી એણે 

વાત કાઢી, ‘મારા જેવી છોકરીઓ વરસ આખું તનતોડ મહેનત કરે 

અને આ બધાં રખડ્યાં કરે. પણ પરીક્ષા વખતે પેપર ફોડીને એકદમ 

આગળ આવી જાય ! કદાચ માર્ક્સ પણ અમારા કરતાં સારા લાવે 

એટલે પછી એમને સારી કૉલેજમાં પ્રવેશ પણ મળી જાય, અને અમે 

લટકી પડીએ ! આટલી મહેનત પછી પણ…….’ મેં જોયું કે એની 

આંખમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં. તેવામાં એની એક બીજી 

બહેનપણીનો ફોન આવ્યો. તેણે ફોનમાં જે કાંઈ કહ્યું, તેનાથી રીના 

વળી વધુ વ્યગ્ર બની ગઈ. ફોન મૂકીને એકદમ સોફા પર બેસી પડી. 

મેં પૂછ્યું :‘બેટા, શું થયું ?’ઘણી વાર સુધી એ કાંઈ બોલી નહીં. પછી 

કહે, ‘મારી બહેનપણી કહે છે કે સોલિડ સજેશન છે. આ પ્રશ્ન કાલના 

પેપરમાં આવવાનો જ….. પણ મમ્મી, મારી તો એ વિશે કાંઈ તૈયારી 

નથી.’‘કાંઈ નહીં, હજી વાંચી લે ને !’એ વાંચવા બેઠી. પણ રાતે સૂતી 

વખતે કહે, ‘મમ્મી, આજે હું તારી સાથે સૂઈ જઈશ.’‘આવ ને ! બેટા, 

તને કાંઈ થાય છે ?’‘કાંઈ ગમતું નથી. આમ ચોરી કરીને પરીક્ષા 

આપવાની ?’…. અને મને વળગીને એ સૂતી. હું કાંઈ ન બોલી, એના 

વાંસે હાથ ફેરવતી રહી.

બીજે દિવસે એની વાટ જોતાં હું બહુ ચિંતામાં હતી. એ પરીક્ષા દઈને 

આવી. મોઢા પર ખુશી તો જણાતી હતી, પણ સાથે કંઈક ગંભીર 

લાગતી હતી. મારી સોડમાં સરકી મારી છાતી પર માથું મૂકી ધીરે 

ધીરે બોલી : ‘મમ્મી, પેપર ઘણું સારું ગયું…. પેલો પ્રશ્ન આવ્યો હતો…. 

રાતે વાંચી ગઈ હતી એટલે મારી તૈયારી હતી…. પણ મેં જવાબ 

લખ્યો જ નહીં…. ભલે એટલા માર્ક્સ ઓછા !…. હવે મને ઘણું સારું 

લાગે છે, હોં મમ્મી !’

મારી આંખો ઊભરાઈ આવી અને ગર્વથી મારી છાતી ફૂલી.

(શ્રી પૂર્ણિમા મેટકરની મરાઠી વાર્તાને આધારે )


                          - હરિશ્ચન્દ્ર 

સોમવાર, 7 મે, 2012

અનમોલ રત્નકણિકા

* જયારે બાળકને શિક્ષકોનો સાચો પ્રેમ મળતો નથી , 

    ત્યારે જ અશિસ્તના પ્રશ્નો ઉદભવે છે .
                    
                                            - કરસનદાસ લુહાર 

* આપણા  કોશમાંથી ભણાવું શબ્દ કાઢી નાખવો જોઈએ ,

    આપણે  તો બાળકોને કેળવવા છે . 

                                          - દર્શક 

*  પ્રકૃતિ  સૌથી મોટો શિક્ષક છે .

                                           - રૂસો 

* સાચા શિક્ષણનો અર્થ છે ઈશ્વરની આંખોથી બધી વસ્તુઓ જોતા 

   શીખવું . . 

                                           - અજ્ઞાત 

પ્લેટો

"કેળવણી મીઠાશથી હરીભરી હોવી જોઈએ ,

તેમાં હિંસાને કે નિયંત્રણને કોઈ સ્થાન નથી .."

                       - પ્લેટો 



રવિવાર, 6 મે, 2012

relation

           Don't make any close relation without full understanding & 


Don't break any close relation with small miss understanding....

જંગલનો જાદુઈ બોધ

              એક ઘનઘોર જંગલમાં શિકારી પહોચી ગયો . એને જોઈતો 


શિકાર ના સાંપડ્યો એટલે ઊંડે ને ઊંડે વનમાં આગળ વધતો ગયો . 


ત્યાં એક ઝાડ પર મોટું બોર્ડ લટકતું નજરે પડ્યું : " અહી કોઈએ 


પથ્થરો ચાવવા નહી ?"


             આવું બોર્ડ જોઈ અને એની આવી સૂચના આ અગાઉ કયાયે  


વાંચવામાં આવી નહોતી . એનું મગજ વિષ્લેષણે ચડ્યું , બોર્ડના 


વાક્યના શબ્દેશબ્દનું .


             'અહી ' એટલે કે નિબીડ જંગલ .


               જંગલમાં હિંસક પશુઓ હોય , વૃક્ષ પર રહેતા , માળો 


બાંધતા પંખીઓ હોય , જંગલ નિર્જન હોય .....


               'કોઈએ ' એટલે કોણ ?


                તો શું કોઈ - પ્રાણીઓ અને પંખીઓ ? ઝાડના પાંદડાઓ  ?


ફૂલો - ફળો ? 


              અહી જંગલમાં તો મોટે ભાગે તરુવરો હોય છે . પહાડ પર 


હોય એવી શિલાઓ કે પથ્થરો નાં હોય ..


             'ચાવવા નહી ' એટલે ચર્વાણ નો પ્રતિબંધ .


             શિકારી બુદ્ધિશાળી હતો એટલે એનું ચિત ચગડોળ પર ચડી 


ગયું . અહિયાં આ વનમાં , શું પશુ - પંખીઓ પથ્થરો ચાવવા આવી 


વસતા હશે ? કોઈ મજાકખોરે મસ્તીમાં આ બોર્ડ પર વિચિત્ર મો -  


માથા વગરનું લખાણ ચીતરી કાઢ્યું લાગે છે . 


                ચાલ જીવ ! હજુ વનરાજીમાં ઊંડે પહોચી મારો શિકાર 


શોધી  લાવું . મારો તો દા'ડો બગડશે . પરંતુ પેલું બોર્ડ અને અર્થ 


વગરની સૂચના જાણે ઝાડ પરથી શિકારીના મગજ પર ચઢી ચોટી 


પડી હતી !


               "અહી કોઈએ પથ્થરો ચાવવા નહી !"


              થોડો જંગલના ગહન ઊંડાણમાં પહોચ્યો તો એક મોટા 


વટવૃક્ષ નીચે કોઈ અવધૂત સમાં સંત બેઠા હતા . 


               શિકારીને પેલી સૂચના , જળોની જેમ વળગી રહી હતી . 


એટલે અવધૂતની પાસે ઉભો રહી ગયો .


               પગે પડ્યો ને બોલવા જતો હતો ત્યાં જ સાધુ બોલ્યા :


'તારા ચહેરા પરથી સમજી ગયો કે શું સવાલ મનમાં સંઘરીને તું 


જવાબ મેળવવા આવ્યો છે , ખરું ને?'


            શિકારી : 'સમજી જાની ગયા હોય તો આપ બોલી દો મારા 


મનમાં ચાલતો - હાલતો સવાલ .'


           સાધુ : કહી દઉં  ? "અહી કોઈએ પથ્થરો ચાવવા નહી ."


શિકારી તરત પગમાં ઝૂકી ગયો ને બોલ્યો , 'બાપજી , તમે સાચું 


પારખી ગયા , હવે મને આ બોર્ડના કથનનો ફોડ પાડી દો .'


         સાધુ : 'આનો સાર સાદો છે , તારા તમામ વ્યસનો , તારી 


તમામ ટેવો એ એક જાતના બંધનબોજ જેવા પથરા જ છે . તું પાન 


ચાવે કે તમાકુ ચાવે ,માવો ચાવે પણ વાસ્તવમાં એ બધા પથ્થરો જ 


છે . હાથે - હૈયે - ગળે - જીભે તે જાતે જ બાંધી રાખ્યા છે , તે તોડી દે , 


તે ફોડી દે ...


        પથરા ચવાય નહી , ચવાતા હશે કદી ? માટે જંગલ પાસેથી 


આટલો  બોધ વર્તનમાં મૂકી દે તો હાલ જ સુખી થઈશ .'


         અવધૂતના વચન સાંભળી શિકારી , પોતાની અંદરના કોઈ 


દુરિત અનિષ્ટનો શિકાર થઇ ગયાના સંતોષ સાથે નિજ ઘેર પાછો 


વળ્યો ! ! ! 


                                                   - રાધેશ્યામ શર્મા 


  

શબ્દ

શબ્દ વિના હું અંધ છું શબ્દ વિના હું ચૂપ 


શબ્દ વિનાનું આયખું : જાણે ઠાલો કૂપ !


                            - મણીલાલ હ. પટેલ 

વિચિત્ર હોશ

          અમારા આ ઘરની ગલીમાં થઈને હું જયારે નિશાળે જાઉં છું , 

ત્યારે  રોજ  દશ વાગે ફેરીવાળાને ફેરી લઈને જતો  જોઉં છું . 

           "બંગડી લો , બ  . . . ગડી  ! બંગડી લો બ . . . ગડી  !" એવી 

બૂમો પાડે છે . એની ટોપલીમાં ચિનાઈ માટીના રમકડા છે .

           એને મન ફાવે તે રસ્તે એ જાય છે ; અને મન ચાહે ત્યારે ઘેર 

જઈને ખાઈ છે .

        દશ વાગે કે સાડા દશ વાગે  , - એને નથી કશી ઉતાવળ કે નથી 

મોડું થઇ જશે એવી બીક . 

        એ જોઈ મને થાય છે કે સ્લેટ બ્લેટ  ફેકી દઈને આવી રીતે ફેરી  

લઈને ફર્યા કરું !

       સાડા ચાર વાગે , હાથ શાહીવાળા કરીને જયારે હું ઘરે પાછો 

ફરતો હોઉં છું , ત્યારે બાબુઓના પેલા ફૂલબાગમાં કોદાળી લઈને  

માળી માટી ખોદતો હોય છે . 

        વખતે કોદાળી પગ પર પડે એ બીકે કોઈ એને રોકતું નથી .

         એના શરીર પર ને માથા પર કેટલીયે ધૂળ લાગે છે , પણ એ 

માટે  કોઈએ આવીને એને વઢતું નથી ! નથી માં એને ચોખ્ખા લૂગડાં 

પહેરાવતી , કે નથી એની ધૂળ રેત ધોઈ નાખવાની ઈચ્છા કરતી . 

            એ જોઈ મને થાય છે કે હું જો બાબુઓના એ ફૂલ બાગનો 

માળી  હોત તો કેવું સારું !

             જરા રાત થઇ ન થઇ ત્યાં તો માં મને ઊંઘાડી દેવાનું કરે છે . 

હું બારીમાંથી  બહાર રસ્તા પર જોઉં છું તો પહેરાવાળો  માથે પાઘડી      

પહેરીને જતો હોય છે .

          ગલીમાં અંધારું છે . લોકોની અવરજવર બહુ નથી , ગેસની 

બત્તી  ધીમી ટમટમ બળે છે . એ પહેરાવાળો હાથમાં ફાનસ 

ઝૂલાવતો અમારા ઘરના દરવાજે ઉભો રહે છે. રાતના દશ 

અગિયાર વાગી જાય છે . પણ એ માટે એને કોઈએ કશું કહેતું નથી . 

        એ જોઈ મને એમ થાય કે હુયે પહેરાવાળો બની ગલીના નાકે 

મારી મરજી પ્રમાણે જાગું ! ! !

                                        - રવીન્દ્રનાથ ટાગોર 
                                     અનુ . રમણલાલ સોની