ગુરુ પકડે જરૂર પણ જકડે નહી , કારણ પૈડું જો ધરીનું
બંધન સ્વીકારે તો જ તેની ગતિ થાય . જાણીતા કથાકાર રમેશભાઈ
ઓઝાએ ખૂબ સારી વાત કરી છે કે , ગતિ થાય તો જ પ્રગતિ થાય ,
અને લક્ષ્ય સિદ્ધ થાય . સદગુરુ ધરી છે અને શિષ્ય પૈડું . ગુરુને કારણે
જ શિષ્યની અંદરની - બહારની ગતિ થાય છે . જયારે જકડવાની
વાત આવે ત્યારે સામ્પ્રદાયિકતા વધે . સકીર્ણતા આપોઆપ વધે .
બીજું એ છે કે , ગુરુની શોધ કરવી જરૂરી નથી . આપણે અધિકારી
શિષ્ય બનવાનું છે . તે બનીશું તો જ ગુરુ હશે . ગુરુ પોષણ કરે ,
શોષણ નહી . જીવનના વિકાસ માટે ગુરુ જરૂરી છે . ગુરુ ચંદ્ર જેવો
શીતળ જોઈએ . સૂર્ય જેવો નહી. કારણ કે તેની સામે જોવાથી આંખ
અંજાય જાય છે . કોઈનાથી અંજાય જવાની જરૂર નથી . પ્રભાવિત
થવાની જરૂર છે ..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો