બુધવાર, 2 મે, 2012

માનવતાનું ગીત

માનવતાનું ગીત સુમંગલ હળીમળીને ગાશું,

ઉરનો પ્રેમ પરસ્પર પાશુ હળીમળીને પાશુ ..

વિશ્વ મહી આ વૃક્ષ તણી આ વસુન્ધરાની ડાળે ,

એ ડાળી પર બેઠેલા સૌ નિજ નિજ નાના માળે ..


એક જ ડાળીના પંખીડા (2) આપસ આપસ ચાહશું....ઉરનો...


સૌના સુખમાં સુખ અમારું , હિત મહી હિત ગણતા ,


ઈશ્વરના દીધેલા ઢગલામાંથી ચણ સૌ ચણતા ,


કણકણમાં સૌનો હક્ક સરખો(2) હળીમળીનું ખાશું...ઉરનો...


આજ મળ્યા તો કરીએ કલરવ કાલ ખબર નાં કેવી ?


ખબર એટલી પ્રેમ તણી  મૂડી છે નિજની દેવી,


દિવ્યધામના બધા પ્રવાસી (2) સ્નેહ દઈને જાશું ...ઉરનો ...



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો