એક ઘનઘોર જંગલમાં શિકારી પહોચી ગયો . એને જોઈતો
શિકાર ના સાંપડ્યો એટલે ઊંડે ને ઊંડે વનમાં આગળ વધતો ગયો .
ત્યાં એક ઝાડ પર મોટું બોર્ડ લટકતું નજરે પડ્યું : " અહી કોઈએ
પથ્થરો ચાવવા નહી ?"
આવું બોર્ડ જોઈ અને એની આવી સૂચના આ અગાઉ કયાયે
વાંચવામાં આવી નહોતી . એનું મગજ વિષ્લેષણે ચડ્યું , બોર્ડના
વાક્યના શબ્દેશબ્દનું .
'અહી ' એટલે કે નિબીડ જંગલ .
જંગલમાં હિંસક પશુઓ હોય , વૃક્ષ પર રહેતા , માળો
બાંધતા પંખીઓ હોય , જંગલ નિર્જન હોય .....
'કોઈએ ' એટલે કોણ ?
તો શું કોઈ - પ્રાણીઓ અને પંખીઓ ? ઝાડના પાંદડાઓ ?
ફૂલો - ફળો ?
અહી જંગલમાં તો મોટે ભાગે તરુવરો હોય છે . પહાડ પર
હોય એવી શિલાઓ કે પથ્થરો નાં હોય ..
'ચાવવા નહી ' એટલે ચર્વાણ નો પ્રતિબંધ .
શિકારી બુદ્ધિશાળી હતો એટલે એનું ચિત ચગડોળ પર ચડી
ગયું . અહિયાં આ વનમાં , શું પશુ - પંખીઓ પથ્થરો ચાવવા આવી
વસતા હશે ? કોઈ મજાકખોરે મસ્તીમાં આ બોર્ડ પર વિચિત્ર મો -
માથા વગરનું લખાણ ચીતરી કાઢ્યું લાગે છે .
ચાલ જીવ ! હજુ વનરાજીમાં ઊંડે પહોચી મારો શિકાર
શોધી લાવું . મારો તો દા'ડો બગડશે . પરંતુ પેલું બોર્ડ અને અર્થ
વગરની સૂચના જાણે ઝાડ પરથી શિકારીના મગજ પર ચઢી ચોટી
પડી હતી !
"અહી કોઈએ પથ્થરો ચાવવા નહી !"
થોડો જંગલના ગહન ઊંડાણમાં પહોચ્યો તો એક મોટા
વટવૃક્ષ નીચે કોઈ અવધૂત સમાં સંત બેઠા હતા .
શિકારીને પેલી સૂચના , જળોની જેમ વળગી રહી હતી .
એટલે અવધૂતની પાસે ઉભો રહી ગયો .
પગે પડ્યો ને બોલવા જતો હતો ત્યાં જ સાધુ બોલ્યા :
'તારા ચહેરા પરથી સમજી ગયો કે શું સવાલ મનમાં સંઘરીને તું
જવાબ મેળવવા આવ્યો છે , ખરું ને?'
શિકારી : 'સમજી જાની ગયા હોય તો આપ બોલી દો મારા
મનમાં ચાલતો - હાલતો સવાલ .'
સાધુ : કહી દઉં ? "અહી કોઈએ પથ્થરો ચાવવા નહી ."
શિકારી તરત પગમાં ઝૂકી ગયો ને બોલ્યો , 'બાપજી , તમે સાચું
પારખી ગયા , હવે મને આ બોર્ડના કથનનો ફોડ પાડી દો .'
સાધુ : 'આનો સાર સાદો છે , તારા તમામ વ્યસનો , તારી
તમામ ટેવો એ એક જાતના બંધનબોજ જેવા પથરા જ છે . તું પાન
ચાવે કે તમાકુ ચાવે ,માવો ચાવે પણ વાસ્તવમાં એ બધા પથ્થરો જ
છે . હાથે - હૈયે - ગળે - જીભે તે જાતે જ બાંધી રાખ્યા છે , તે તોડી દે ,
તે ફોડી દે ...
પથરા ચવાય નહી , ચવાતા હશે કદી ? માટે જંગલ પાસેથી
આટલો બોધ વર્તનમાં મૂકી દે તો હાલ જ સુખી થઈશ .'
અવધૂતના વચન સાંભળી શિકારી , પોતાની અંદરના કોઈ
દુરિત અનિષ્ટનો શિકાર થઇ ગયાના સંતોષ સાથે નિજ ઘેર પાછો
વળ્યો ! ! !
- રાધેશ્યામ શર્મા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો