એક ગુરુને કોઈ શિષ્યએ પૂછ્યું કે , મારે શિક્ષક બન્યા પછી શું કરવું ?
ગુરુએ જવાબ આપ્યો કે, શિક્ષકમાં બે સત્વ જરૂરી છે .
એક ઉંડાણતા અને બીજું વિશાળતા ..ઉંડાણ નાં હોય તો ઝાડ
ઉથલી પડે અને એકલું ઉંડાણ થાય ને વિસ્તાર ના થાય તો ઝાડ પર
ફળ ના બેસે ....
દોસ્તો , આ દ્રષ્ટાંત આપણને ઘણું કહી જાય છે. શિક્ષકે
જ્ઞાનનો વિસ્તાર કરવાનો છે .ને ભાવનાની ઉંડાણતા લાવવાની છે .
જ્ઞાનનો વિસ્તાર થશે તો જ શિક્ષણના સાચા ફળ મળશે ને
ભાવનાની ઉંડાણતા આવે તો શિક્ષણનું ઝાડ મજબૂત થશે ..
શિક્ષક સંકલ્પ : - હું મારા શિક્ષકના વ્યવસાયને ચાહું છું , તેથી
વાચન , મનન , અને જીવન દ્રારા તેનો વિસ્તાર કરીશ . અને
ઉંડાણતા લાવીશ ..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો