શનિવાર, 12 મે, 2012

રાષ્ટ્રનું રક્ષણ કરવું તે આપણું પરમ કર્તવ્ય છે

                 મહારાણી લક્ષ્મીબાઈના જીવનની એક ઘટના છે, જે દરેક નાગરિક માટે રાષ્ટ્રની સર્વોપરિતા બતાવે છે . મહારાણી અને અને અંગ્રજો વચ્ચે કટ્ટર દુશ્મની હતી.અંગ્રજોએ મહારાણીને ઝૂકાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ ડગાવી શકયા નહી . લક્ષ્મીબાઈનો સંકલ્પ હતો કે તેઓ રાષ્ટ્ર માટે પ્રાણ આપી દેશે પણ અંગ્રેજોની સામે સમર્પણ નહી કરે .એકવાર લક્ષ્મીબાઈ અને અંગ્રજો વચ્ચે લડાઈ ચાલતી હતી . અંગ્રેજો મહારાણીના હાથે હારીને જીવ બચાવવા ભાગી રહ્યા હતા . ભાગતા - ભાગતા અંગ્રેજોને એક મંદિર અને મસ્જીદ દેખાયા . અંગ્રેજો તેમાં જઈને છુપાઈ ગયા . તેઓ જાણતા હતા કે , મંદિર - મસ્જીદ એ હિંદુઓ અને મુસ્લીમોના ધર્મ સ્થળ છે આથી તેઓ તેનો નાશ નહી કરે પરંતુ રાણીના એક મુસ્લિમ તોપ્ચીએ અલ્લાહને પ્રાર્થના કરી કે , યા અલ્લાહ ! માતૃભૂમિના રક્ષણ માટે તમારા પવિત્ર સ્થાનકનો નાશ કરી રહ્યો છું , આમ કહી તેણે  મસ્જીદ પર તોપ  ચલાવી અને અંગ્રેજો સાથે મસ્જીદ જમીનદોસ્ત થઇ ગઈ . હવે તોપ્ચીએ તોપનું મોઢું મંદિર તરફ ફેરવ્યું પરંતુ મંદિર પર ગોળો નાખવાની તેની હિમ્મત ચાલી નહી . આથી નજીક ઉભેલા લક્ષ્મીબાઈ તોપ્ચીનો મનોભાવ સમજી ગયા . અને તેમણે  જાતે આગળ આવી ધર્મ કરતા માતૃભૂમિ ચઢિયાતી છે તેમ કહી મંદિર પર તોપ  ચલાવી . આ રીતે મંદિરમાં છુપાયેલા અંગ્રેજો પણ મૃત્યુ પામ્યા ....

            એટલે કે રાષ્ટ્ર હમેશા ધર્મ કે સંપ્રદાયથી ઉપર છે . જે રાષ્ટ્રની માટીથી આપણું  પાલન પોષણ થાય છે તેની રક્ષા કરવી આપણી  પ્રથમ જવાબદારી છે ..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો