શનિવાર, 1 સપ્ટેમ્બર, 2012

ધ્યેય

સાઉથ ગુજરાત પ્રોડિકટવીટી કાઉન્સીલ દ્વારા સમૃદ્ધિ હોલમાં સ્ટીફન કોવીનું પુસ્તક ‘સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્તીવ પીપલ્સ’ પુસ્તકનો રિવ્યૂ કરાયો હતો. ૧૬મી જુલાઇએ અમેરિકાના વિખ્યાત લેખક અને મોટિવેટર સ્ટીફન કોવીનું અવસાન થતા એમની શ્રધ્ધાંજલિના ભાગ રુપે આ રિવ્યૂ કરાયો હતો. ડો.અનિલ સરાવગીએ આ પુસ્તકનો રિવ્યૂ કરતા કહ્યું કે સ્ટીફન કોવીએ આ પુસ્તકને બહુ અદભૂત રીતે લખ્યું છે. જીવનને જેટલું સિરિયસલી જીવી શકાય એ રીતે જીવવું જોઇએ, એમાં રોજ રોજ નવી ગિલ્લી નવો દાવ નહિઁ ચાલે.’

ડો. અનિલ સરાવગીએ કહ્યું કે ‘જે રીતે હિન્દુ ધર્મમાં શ્રીમદ્ ભગવતગીતાનું, ખ્રીસ્તીમાં બાઇબલનું, ઇસ્લામમાં કુરાનનું મહત્વ છે એ જ રીતે પ્રોફેશનલ બિઝનેસમેન માટે આ પુસ્તક મહત્વનું છે. આ પુસ્તકમાં માનવજીવનનાં મૂળભુત સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવામાં આવ્યા છે. માનવજીવનનાં ઉત્થાનથી એનામાં રહેલા મૂલ્યોને કઇ રીતે ઇમ્પ્લીમેન્ટ કરી શકાય એની માહિતી આપવામાં આવી છે. 

પુસ્તકમાં અપાયેલી સાત હેબિટ્સ મનુષ્યજીવનમાં હકારાત્મક અસરકારકતા લાવી શકે છે. આ આદતો પહેલા પોતાનામાં કેળવવી જોઇએ, એ પછી સંબંધ કેળવવામાં પણ આ આદતોનો ઉપયોગ કરી શકાય છે. આ આદતો દ્વારા મજબૂત સંબંધ કેળવી શકાય છે. પુસ્તકમાં સ્ટીફન કોવીએ કહ્યું છે કે ‘જીવનમાં અંતિમ ધ્યેય કલીઅર હોવું જોઇએ. પ્લાન વિના બિલ્ડિંગ તૈયાર નથી થતું, સ્ક્રીપ્ટ વિના ફિલ્મ નથી બનતી, એ રીતે જ ધ્યેય વિના જીવનને પણ અસરકારક નથી બનાવી શકાતું. જીવનમાં પરપિકવતા જરૂરી છે. પરપિકવતા સંજોગો સામે મક્કમ બનાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો