શનિવાર, 10 નવેમ્બર, 2012

અનમોલ રત્નકણિકા

પૃથ્વી પરનો ગરીબ માનવી એ નથી કે જેની પાસે નાણાં  નથી પણ એ છે કે જેની પાસે સ્વપ્ન નથી તે ગરીબ છે ...

++++++

પૈસા માટે પરસેવો પાડનાર ઘણા હોય છે પણ પર - સેવા માટે પરસેવો પાડનાર તો કોઈક જ ....

++++++

હાસ્ય એ તત્ક્ષણ મળી શકે એવું વેકેશન છે ...

+++++

ઉછીનું અજવાળું એક્ષ્પાયરીડેટ  સાથે જન્મે છે ...

+++++

આપીને જે આનંદ અનુભવે તે સ્નેહ , અને લઈને જે રાજી રહે તેનું નામ સ્વાર્થ ...

+++++

રસ્તાના દરેક વળાંકે એક પડઘો સંભળાય છે .." Everyone wants change ."

+++++

પોતાની આસપાસ સંતોષનો કિલ્લો ઉભો કરી દો , એને કોઈ ભેદી શકશે નહી ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો