શનિવાર, 21 એપ્રિલ, 2012

ચિત્રમાં કળાનું સ્થાન

                ચિત્રકાર પોતાની ચિત્રકળા દ્રારા સમાજને ઘણું માર્ગદર્શન 

આપી શકે છે. સમાજની સમસ્યાઓનું પ્રતિબિંબ પણ ચિત્રકળામાં હોય 

છે.  હોલમેન હન્ટ નામના ચિત્રકારે એક ચિત્ર દોર્યું હતું . આ ચિત્રમાં   

ભગવાન ઇસુ હાથમાં ફાનસ લઇ એક બારણાં પર ટકોરા મારતા નજરે 

પડે છે. ચિત્ર ખૂબ જ સુંદર હોય છે. તે જોઈ હન્ટના મિત્રએ કહ્યું કે. ચિત્ર 

સુંદર છે પણ  તેમાં એક ખામી છે અને તે છે કે , જે બારણાને ઇસુ ટકોરા 

મારે છે તેમાં હેન્ડલ નથી. ચિત્રકારે તુરંત જવાબ આપ્યો કે , ઇસુ જે 

બારણાને ટકોરા મારે છે એ સામાન્ય દરવાજો નથી . આ માનવ હદયનું 

બારણું છે. અને તે અંદરથી જ ખૂલે છે . તેને બહાર હેન્ડલની જરૂર નથી. 

બહારથી કોઈ ન ખોલી શકે જો માનવ ઈચ્છે તો જ ખૂલે...આમ અંતરના 

દ્રાર આપણાં પર નિર્ભર  છે. આપણે ઈચ્છીએ તો જ હ્દયનો દ્રાર આપણે 

ખોલી શકીએ....


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો