બુધવાર, 11 એપ્રિલ, 2012

જાદુઈ મહેલ

               અંકિત નામનો એક ગરીબ છોકરો હતો. તેના મિત્રોની જેમ તેને સારી સારી જગ્યાએ ફરવું હતું, સરસ મજાના કપડા પહેરવા હતા. પણ તેને મહેનત કરવી ન હતી..કોઈ જાદુ થાય અને આ બધું મળી જાય એમ એ વિચારતો. 

                એક વાર તે જંગલમાં દૂર દૂર ફરવા નીકળી ગયો. જ્યાં તેણે એક મહેલ જોયો. આ મહેલમાં પ્રવેશતાની સાથે જ તેને  એક અવાજ સંભળાયો. મહેલ બોલ્યો, " હું જાદુઈ મહેલ છું. તારી જે ઈચ્છા હશે એ હું પૂરી કરીશ. ..." આ સાંભળી અંકિત તો ખુશ થઇ ગયો. પણ મહેલે એક શરત મૂકી કે એક વાર તે તેની ઈચ્છાઓ પૂરી કરે પછી તે આ મહેલની બહાર નહી જઈ શકે. પહેલા તો અંકિત વિચારમાં પડી ગયો. પણ પછી તે માની ગયો..હવે આ જાદુઈ મહેલ અંકિતની ઈચ્છા પૂરી કરતો..અંકિતને જે ખાવાનું જોઈતું હોય તે મળતું, સારા સારા કપડા પહેરવા મળવા,, બાગ - બગીચામાં ફરવા મળતું,, પણ થોડા દિવસો પછી તે મહેલમાં રહી કંટાળી ગયો..તેને તેના મિત્રોની યાદ આવવા લાગી, નદી,,,જ્યાં તે રમવા જતો... એ વૃક્ષ ...જેની નીચે તે બેસતો....તેની યાદ આવવા લાગી....તેણે મહેલને કહ્યું કે , " હવે તેને ઘરે જવું છે..તેના મિત્રો પાસે...જાદુઈ મહેલે તેની શરત યાદ કરાવી...અંકિત તો રડવા લાગ્યો..આખરે જાદુઈ મહેલને તેની દયા આવી,,અને કહ્યું કે " આપણી પાસે જે હોય તેનામાં સંતોષ માનવો જોઈએ.. જીવનમાં આગળ વધવા માટે બીજા પર નિર્ભય રહ્યા વિના જાતે મહેનત કરવી જોઈએ...જાદુઈ મહેલની વાત સાંભળી અંકિત ખુશ થઇ ગયો...અને પોતાના ઘરે પાછો ફર્યો....અંકિતે નિર્ણય કર્યો કે ," હું જે મેળવીશ એ મારી મહેનતથી જ મેળવીશ ...."

1 ટિપ્પણી:

  1. જીવન ધ્યેય દરેક જણ પોતાની પ્રકૃતિમુજબ નક્કી કરે છે અથવા કરવું જોઇએ.

    જેનું હ્ર્દય વધારે કામ કરતું હોય તો ભક્તિ માર્ગે.

    જેનું દિમાગ વધારે કામ કરતું હોય તો જ્ઞાન માર્ગે.

    જો હાથ વધારે કામ કરતા હોય તો કર્મના માર્ગે.

    જો તકદીર વધારે કામ કરતા હોય તો રાજ માર્ગે.

    જવાબ આપોકાઢી નાખો