ગુરુવાર, 9 ઑગસ્ટ, 2012

નસીબની નાવ

 ધીરજની નાવને ,
કિનારો નથી હોતો .
ઝૂપડીના માલિકને ,
વિસામો નથી હોતો.
ભલે ઉભરાઈ નસીબ મોડું,
પણ એના છલકાયાનો અહેસાસ.
વર્તમાનને નથી મળતો.
તૂટે કચડાઈ નસીબ જેનું ,
એના ટૂકડાનો ભાર.
તોડનારને નથી લાગતો . 
ગગનના ચાંદને 
પડવાનો ડર નથી હોતો.
કયામતના દીવાનાને
કાયનાતનો લોભ નથી હોતો.
ચાહે વેચવું પડે  પ્રેમ માટે ઘર પોતાનું,
મળે નાં બદલામાં ધનસાગર,
ખરીદનારને ઈશ્વર એનો નથી મળતો....
             - મેહુલ વઢવાણા 'મીત'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો