જગતના સર્વે દેશોમાં અમારો દેશ સારો છે ,
ભૂલો એ નાં કરે કોઈ ડી , અમારો દેશ સારો છે !
સરસ પહાડો અમારે ત્યાં , સરસ નદીઓ અમારી છે ,
સરસ ફૂલો સદા ઉગે , અમારો દેશ સારો છે !
પશુ - પંખી જુદા જુદા , અમારા દેશમાં બહુયે ,
બધી ચીજો અહી પાકે , અમારો દેશ સારો છે !
અમારા દેશમાં સતીઓ , અમારા દેશમાં સંતો ,
અમારા દેશમાં નેતા , અમારો દેશ સારો છે !
પ્રભુનો પાડ માનીશું , અમોને જન્મ અહી દીધો ,
સદા ગર્વે અમે કહીશું , અમારો દેશ સારો છે !!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો