શનિવાર, 4 ઑગસ્ટ, 2012

વંદન કરીએ માત ભારતી





 વંદન કરીએ માત ભારતી , માગું શિશ નમાવી ,
 શક્તિ દેજે શિવાજી જેવી , વીરતા રાણા પ્રતાપ જેવી !
દેશદાઝ સુભાષના જેવી, વંદન કરીએ માત ભારતી !
ભક્તિ દેજે મીરાના જેવી ,ઉદારતા ભામાશા જેવી,
ધીરજ દેજે કસ્તૂરબા જેવી, વંદન કરીએ માત ભારતી !
નીતિ દેજે ચાણક્ય જેવી , પવિત્રતા મહાદેવના જેવી ,
સ્વદેશભક્તિ પંડિતના જેવી , વંદન કરીએ માત ભારતી !
બુદ્ધિ દેજે વલ્લભના જેવી , કુશળતા શાસ્ત્રીના જેવી ,
દેશભક્તિ બાપુના જેવી , વંદન કરીએ માત ભારતી ! 
        

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો