શનિવાર, 4 ઑગસ્ટ, 2012

પગલે પગલે સાવધ રહીને

પગલે પગલે સાવધ રહીને , પ્રેમળતા પ્રગટાવ્યે જા ,
અંતરના અજવાળે વીર , પંથ તારો કાપ્યે જા .
કાંટા આવે , કંકર આવે , ધોમ ધગતી રેતી આવે ,
ખાંડાની ધારે ને ધારે , ધૈર્ય ધારી ચાલ્યો જા.
શૈર્ય ધારી ચાલ્યા જા....અંતરને ...
હિમત તારી ખોતો નાં , સ્વાર્થ સામે જોતો નાં ,
શિસ્ત , શાંતિ ને સેવાના તું પાઠ સૌને આપ્યે જા .
દુર્ગમ પંથ કાપ્યે જા...અંતરને ...
      * સંત બાલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો